Aishwarya Rai-Bachchan આ કોની સાથે હાથ મિલાવી, હસી-હસીને વાત કરી રહી છે? વીડિયો થયો વાઈરલ…

બચ્ચન પરિવારની બહુરાની અને બોલીવૂડની મોસ્ટ બ્યુટીફૂલ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya-Rai-Bachchan) પોતાની દીકરી આરાધ્યા બચ્ચન સાથે કાન ફિલ્મ ફેસ્ટિવલ-2025 (Cannes Film Festival-2025)માં ભાગ લેવા માટે પહોંચી છે. હાલમાં સોશિયલ મીડિયા પર ઐશ્વર્યા અને આરાધ્યાના વેલકમનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમારું દિલ પણ એકદમ ગાર્ડન ગાર્ડન થઈ જશે…
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં ઐશ્વર્યા અને આરાધ્યા બંને કાન ફિલ્મ ફેસ્ટિવલ-2025માં પહોંચી હોવાના અને હોટેલ તરફ જતાં દેખાઈ રહ્યા છે. એક્ટ્રેસ ટૂંક સમયમાં જ રેડ કાર્પેટ પર પોતાનો જાદુ ચલાવતી જોવા મળશે. ફેન્સ પણ આતુરતાપૂર્વક ઐશ્વર્યા રાયના કાન લૂકની રાહ જોઈ રહ્યા છે.
આ ફિલ્મ ફેસ્ટિવલની શરુઆત 13મી મેથી કરવામાં આવી હતી અને ત્યારથી જ ઐશ્વર્યા રાય ક્યારે રેડ કાર્પેટ પર વોક કરે છે એની રાહ જોઈ રહ્યા છે. ઐશ્વર્યા છેલ્લાં અનેક વર્ષોથી કાન ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર પોતાના લૂકથી લોકોના દિલ જિતતી આવી છે. વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં ઐશ્વર્યાને એક વ્યક્તિ સાથે હાથ મિલાવતા અને વાત કરતી જોઈ શકાય છે. આ વ્યક્તિ આરાધ્યાના હાથમાં એક બોક્સ આપે છે અને પછી બંને મા-દીકરી ત્યાંથી નીકળી જાય છે.
આ પણ વાંચો: આ કારણે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ફાટેલો ડ્રેસ પહેરીને પહોંચી ઉર્વશી રૌતેલા, કારણ આવ્યું સામે…
ઐશ્વર્યાને ફ્રાન્સમાં યોજાઈ રહેલા કાનમાં જોઈને ફેન્સ ખૂબ જ ખુશ થઈ ગયા હતા અને ફેન્સનો ઈંતેજાર ખતમ થયો છે. બસ હવે ફેન્સ આતુરતાપૂર્વક એક્ટ્રેસના રેડ કાર્પેટ લૂકની રાહ જોઈ રહ્યા છે. હવે જોવાની વાત એ છે કે ઐશ્વર્યા રાય આ વખતે રેડ કાર્પેટ પર શું કહેર વરસાવે છે.
આ પણ વાંચો: PM Narendra Modiના ફોટાવાળો નેકલેસ પહેરી કાન ફિલ્મ ફેસ્ટિવલ પહોંચી એક્ટ્રેસ…
વાત કરીએ ઐશ્વર્યાના ભૂતકાળના કાન ફિલ્મ ફેસ્ટિવલ લૂકની તો અત્યાર સુધી દર વખતે ઐશ્વર્યાએ ડિફરન્ટ ડિફરન્ટ લૂક ટ્રાય કર્યા છે, જેમાં તે ઘણી વખત સફળ થઈ છે તો ઘણી વખત તેને ક્રિટિક્સનો સામનો પણ કરવો પડ્યો છે. હવે ઐશ્વર્યાએ આ વખતે શું નવું લઈને આવે છે એ તો સમય જ કહેશે…