
બોલીવૂડની બ્યુટી ક્વીન ઐશ્વર્યા રાય- બચ્ચન (Aishwarya Rai-Bachchan) હાલમાં પ્રોફેશનલ લાઈફ કરતાં પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં આવે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર ઐશ્વર્યાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં કે તે હેરેસમેન્ટ અને ઈજ્જત, સેલ્ફ રિસ્પેક્ટ વિશે વાત કરતાં સાંભળવા મળી રહી છે. આ વીડિયો એવા સમયે સામે આવ્યો છે જ્યારે ખુદ ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan)ના લગ્નજીવનમાં ભંગાણની ચર્ચા થઈ રહી છે. આવો જોઈએ બચ્ચન પરિવારની બહુરાનીએ શું કહ્યું-
વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં ઐશ્વર્યા રાય- બચ્ચનરસ્તા પર મહિલાઓના થઈ રહેલાં શોષણ, અત્યાચાર અને સતામણી વિશે વાત કરી રહી છે અને તે મહિલાઓને આ બધુ સહન કરવાને બદલે તેની સામે અવાજ ઉઠાવવા માટે પ્રોત્સાહન આપતી જોવા મળી રહી છે. ઐશ્વર્યાએ આ વીડિયોમાં એવું પણ કહ્યું હતું કે મહિલાઓએ ક્યારેય પોતાના સેલ્ફ રિસ્પેક્ટ સાથે સમાધાન ના કરવું જોઈએ. કપરામાં કપરી પરિસ્થિતિમાં પણ મહિલાઓએ પોતાની જાત પર ભરોસો રાખવો જોઈએ અને પોતાના પર શંકા ના કરવી જોઈએ.
આ વીડિયોમાં ઐશ્વર્યાએ આગળ એવું પણ કહ્યું હતું કે મહિલાઓએ તેમની થઈ રહેલી સતામણી, શોષણ માટે કપડાં અને લિપસ્ટિકને જવાબદાર ના માનવું જોઈએ, કારણ કે એમાં કંઈ જ ખોટું નથી.
આ પણ વાંચો : હેં, Aishwarya Rai-Bachchan-Salman Khan સાથે આવ્યા, વીડિયો થયો વાઈરલ…
મહિલાઓ પર થઈ રહેલાં અત્યાચાર સામે અવાજ ઉઠાવવાના ઐશ્વર્યાના આ પગલાંના દિવાના થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર ઐશ્વર્યાનો આ વીડિયો લોકો ખૂબ જ પસંદ પણ કરી રહ્યા છે અને તેના પર લાઈક્સ અને કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં જણાવ્યું હતું કે બ્યુટી વિથ બ્રેન. બીજા એક યુઝરે લખ્યું હતું કે ખૂબ જ ઈન્સ્પાઈરિંગ છે.
વાત કરીએ ઐશ્વર્યાના વર્કફ્રન્ટની તો તે છેલ્લાં મણિરત્નમની ફિલ્મ પોન્નિયન સેલ્વન-2માં જોવા મળી હતી. આ ફિલ્મને દર્શકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. હાલમાં ઐશ્વર્યા તેની પર્સનલ લાઈફને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે.