જાહેરમાં આ કોના પગે પડીને ઐશ્વર્યા રાય-બચ્ચને લીધા આશિર્વાદ? પીએમ મોદી માટે કહી આ ખાસ વાત…

બોલીવૂડ એક્ટ્રેસ અને વિશ્વ સુંદરી ઐશ્વર્યા રાય-બચ્ચન આજે આંધ્રપ્રદેશના પુટ્ટપર્થીમાં દિવંગત અધ્યાત્મિક ગુરુ શ્રી સત્ય સાઈ બાબાના જન્મ શતાબ્દી સમારોહમાં સામેલ થઈ હતી. દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ આ ઈવેન્ટમાં હાજર હતા અને એ સમયનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં ઐશ્વર્યા રાય-બચ્ચન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પગે પડી રહી છે. એટલું જ નહીં વીડિયોમાં ઐશ્વર્યા રાય-બચ્ચન વડા પ્રધાન મોદીજીના લથાણ કરી રહ્યા છે. આવો જોઈએ શું છે આ વીડિયોમાં…
આપણ વાચો: સલમાને કહ્યું ઐશ્વર્યા રાય-બચ્ચન પોતાની જાતને વધારે સુંદર માને છે, એને કહો કે…
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં ઐશ્વર્યા રાય-બચ્ચન વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી વખાણ કરતા જોવા મળી રહી છે. ઐશ્વર્યાએ વીડિયોમાં જણાવ્યું હતું કે હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીનો ખૂબ જ દિલથી આભાર માનું છું કે તેઓ આજે આ સમારોહમાં આપણી સાથે હાજર છે.
હું તમારા પ્રેરણાદાયક, માર્ગદર્શક અને પ્રભાવશાળી વિચારો સાંભળવા માટે આતુર હોઉં છું. તમારી હાજરી આ શતાબ્દી ઉત્સવને ખાસ બનાવે છે અને સ્વામીના એ સંદેશની યાદ અપાવે છે કે સાચું નેતૃત્ત્વ સેવા છે અને મનુષ્યની સેવા કરવી જ ઈશ્વરની સેવા કરવી છે.
આપણ વાચો: હજારો લોકો વચ્ચે Jaya Bachchanએ ઐશ્વર્યા રાય-બચ્ચન માટે કહી એવી વાત કે આંખોમાં આવી ગયા આંસુ…

ઐશ્વર્યાએ આગળ એવું પણ કહ્યું હતું કે ભગવાન શ્રી સત્ય સાઈ બાબા હંમેશા પાંચ ડી વિશે વાત કરતાં હતા. એવા પાંચ ગુણ કે જે જિંદગીને સાર્થક, ઉદ્દેશપૂર્ણ અને અધ્યાત્મિક રીતે મજબૂત બનાવે છે. ઐશ્વર્યાએ જે પાંચ ડીની વાત કરી તે ડિસિપ્લિન, ડેડીકેશન, ડિવોશન, ડીટરમિનેશન, ડિસ્ક્રેશન. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પુટ્ટપર્થીમાં રોડ શો પણ કર્યો હતો.
આ સમયે ઐશ્વર્યાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીને પગે પડીને તેમના આશિર્વાદ લીધા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હાથ જોડીને ઐશ્વર્યાને આશિર્વાદ આપ્યા હતા. બંનેનું આ ગેસ્ચર ખૂબ જ સન્માનજનક હતું. ત્યાર બાદ જ ઐશ્વર્યા પોતાની સીટ પર જઈને બેઠી હતી. આ સમયનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર નેટિઝન્સ જાત જાતની કમેન્ટ્સ કરી રહ્યા છે.
એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે ઐશ્વર્યા દરેક વખતે લોકોના દિલ જીતી લે છે. બીજા એક યુઝરે લખ્યું હતું કે ઐશ્વર્યાની આ વાતો જ તેમને ખૂબ જ ખાસ બનાવે છે. ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે માત્ર ઐશ્વર્યા જ નહીં પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સન્માન આપ્યું ઐશ્વર્યાને. તમે પણ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો.



