હવે એવું તે શું થયું કે ટ્રોલ થઇ ગઇ ઐશ્વર્યા રાય….
ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનનો સંબંધ એક નાજુક દોરમાંથી પસાર થઇ રહ્યો છે. બંનેના ડિવોર્સની અફવાઓ પણ જોરશોરથી ઉડી રહી છે. જોકે, એ અલગ વાત છે કે બંને જણે ચુપકી સાધી લીધી છે અને આ મુદ્દે મગનું નામ મરી પાડવા તૈયાર નથી. જોકે, તાજેતરમાં જ રિંગ ફ્લોન્ટ કરીને ઐશ્વર્યાએ આ અફવા પર પૂર્ણવિરામ લગાવી દીધું હતું, પણ આ તો પબ્લિક છે, તેમનાથી કોઇ વાત છુપી નથી હોતી. લોકો જાણે છે કે અમસ્તી જ અફવાઓ નથી ઉડતી.
ઐશ્વર્યા રાય 2 દિવસ પહેલા જ પુત્રી આરાધ્યા સાથે પેરિસ ફેશન વિક-2024માં ભાગ લઇને ભારત પરત ફરી હતી. આ પહેલા તેણે દીકરી સાથે SIIMA 2024 માં હાજરી આપી હતી અને હવે ઐશ્વર્યા IIFA એવોર્ડ્ઝમાં હાજરી આપવા માટે અબુધાબી રવાના થઇ ગઇ છે. અફકોર્સ તેની સાથે તેની સપોર્ટ સિસ્ટમ એટલે કે આરાધ્યા બચ્ચન પણ છે. હવે આ મામલે લોકો ઐશ્વર્યાને ટ્રોલ કરી રહ્યા છે.
આરાધ્યા બચ્ચન દરેક જગ્યાએ તેની માતા ઐશ્વર્યા રાય બચ્ચન સાથે જોવા મળે છે, પછી તે કોઈ ઈવેન્ટ હોય કે કોઈ ફંક્શન હોય, આરાધ્યા બચ્ચન હંમેશા તેની માતા ઐશ્વર્યા રાય બચ્ચન સાથે જોવા મળે છે. ઐશ્વર્યા તેની પુત્રી આરાધ્યા બચ્ચનનું ખૂબ ધ્યાન રાખે છે. તેના પતિ અભિષેક બચ્ચને પોતે આ વિશે જણાવ્યું છે. કે ઐશ્વર્યા ખૂબ સારી માતા છે. જોકે, આરાધ્યા બચ્ચનના પગલાને કારણે ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચન સોશિયલ મીડિયા પર નેટીઝન્સ દ્વારા ટ્રોલનો શિકાર બની છે. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
જેમાં ઐશ્વર્યા રાય પુત્રી આરાધ્યા સાથે એરપોર્ટ પર જોવા મળી રહી છે. જ્યાં ફરી એકવાર અભિનેત્રી બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી. જોકે, આ દરમિયાન અભિષેક બચ્ચન કે બચ્ચન પરિવારનો કોઈ સભ્ય તેની સાથે જોવા મળ્યો ન હતો. હા, તેની સાથે આરાધ્યા હાથ પકડીને ચાલતી હતી. લોકો આ વીડિયો પર મા-દીકરી બંનેને ટ્રોલ કરી રહ્યા છે. નેટિઝન્સ સવાલ પૂછી રહ્યા છે કે ઐશ્વર્યા એક મા થઇને એની દીકરીનું બચપણ છીનવી રહી છે.
એક નેટિઝને તો એવો સવાલ પણ કર્યો છે કે શું આરાધ્યાને પોતાના કોઇ ફ્રેન્ડ્સ નથી કે આમ તેની મમ્મી સાથે જ ઘુમ્યા કરે છે. તો વળી કેટલાકને તેની ભણવાની પણ ચિંતા છે અને સવાલ કરે છે કે આરાધ્યાને ભણવાનું નથી? શાળા કૉલેજો તો ચાલુ છે અને આરાધ્યા તેના ભણતર પર ધ્યાન આપવાને બદલે તેની માતા સાથે બધે ઘુમી રહી છે. કેટલાકે તો એવી પણ સલાહ આપી હતી કે ઐશ્વર્યાને ઘણા બધા કમિટમેન્ટ્સ હોય એ તો સમજ્યા, પણ તે આરાધ્યાને તેના પિતા અભિષેક બચ્ચન સાથે ઘરે કેમ નથી છોડતી જેથી તે તેના પિતાની નજીક રહી શકે, ભણતર પર ધ્યાન આપી શકે. તો કેટલાક નેટિઝન્સ લખે છે કે, ઐશ્વયા દીકરીને તેનું પોતાનું જીવન કેમ નથી જીવવા દેતી.
આમ હાલમાં તો દરેક આંગળી ઐશ્વર્યા રાય અને તેની લાડલી પર ઊઠી રહી છે અને બચ્ચન પરિવાર મૂક પ્રેષકની જેમ બધો તાલ જોયા કરે છે.
Also Read –