હજારો લોકો વચ્ચે Jaya Bachchanએ ઐશ્વર્યા રાય-બચ્ચન માટે કહી એવી વાત કે આંખોમાં આવી ગયા આંસુ…

બોલીવૂડની બ્યુટીફૂલ એક્ટ્રેસ અને વિશ્વસુંદરી ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) હાલમાં પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં પણ પ્રોફેશનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં રહે છે. છેલ્લાં કેટલાક સમયથી અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા વચ્ચે કંઈ ઠીક નથી ચાલી રહ્યું અને તેઓ ડિવોર્સ લેવા જઈ રહ્યા છે.
બંને વચ્ચે પડેલાં ભંગાણ માટે લોકો સાસુ જયા બચ્ચન (Jaya Bachchan)ને જવાબદાર ઠેરવી રહ્યા છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં હજારો લોકો વચ્ચે સાસુ જયા બચ્ચન (Jaya Bachchan)એ ઐશ્વર્યાને એવું કંઈક કહ્યું હતું કે તેની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા…
આપણ વાંચો: જ્યારે અમિતાભ બચ્ચને જયા બચ્ચન સાથે કામ ના કરવાનો નિર્ણય લીધો, કહ્યું કે…
ઐશ્વર્યા રાય-બચ્ચન અને જયા બચ્ચન આમેય પબ્લિકમાં ખૂબ જ ઓછું સાથે દેખાય છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
જેમાં જયા બચ્ચને હજારો લોકોની હાજરીમાં જ કંઈક એવું કર્યું હતું કે ઐશ્વર્યાની આંખોમાં આંસુ આવી ગઈ હતી. આજે ભલે સાસુ-વહુના સંબંધોમાં ખટાશ જોવા મળી રહી હોય પણ એક સમય એવો હતો કે જ્યારે બંનેના સંબંધો ખૂબ જ મીઠા હતા.
વાઈરલ થઈ રહેલો વીડિયો ફિલ્મફેયર એવોર્ડ ફંક્શનનો છે અને એ સમયે જ ઐશ્વર્યા અને અભિષેકના લગ્ન થયા હતા. ફંક્શનમાં આખો બચ્ચન પરિવાર હાજર રહ્યો હતો. આ જ સમયે જયાજીએ વહુ ઐશ્વર્યા માટે એકદમ હાર્ટ ટચિંગ વાત કહી હતી.
આપણ વાંચો: ડિવોર્સની અફવાઓ વચ્ચે Aishwarya Rai-Bachchanએ આ શું કર્યું? જયા બચ્ચનની તો ઊંઘ થશે હરામ…
જયાજીએ કહ્યું હતું કે હું ફરી એક વખત એક સુંદર અને પ્રેમાળ છોકરીની સાસુ બની ગઈ છું, જેની અંદર વેલ્યુઝ અને ડિગ્નિટી છે. તેની સ્માઈલ મને ખૂબ જ પસંદ છે. બચ્ચન પરિવારમાં તારું સ્વાગત છે.
જયાજીએ આગળ કહ્યું હતું કે હું તને કહેવા માંગુ છું કે હું તને ખૂબ જ પ્રેમ કરું છું. સાસુના મોઢે પોતાના વખાણ સાંભળીને ઐશ્વર્યા એકદમ ઈમોશનલ થઈ ગઈ હતી અને તેની આંખોમાં આંસુ આવી ગઈ હતી. આ વીડિયોમાં અભિષેક ઐશ્વર્યાની બાજુમાં જ બેઠો હતો. આ પહેલાં પણ અનેક જયા બચ્ચન એવું કહી ચૂક્યા છે કે ઐશ્વર્યા અને તેઓ ખૂબ જ સુંદર બોન્ડ શેર કરે છે.
ઐશ્વર્યા રાય-બચ્ચન અને જયા બચ્ચન વચ્ચે હાલમાં જ સંબંધો ખાસ કંઈ સારી કહી શકાય એવી નથી રહી, પરંતુ એક સમયે બંને વચ્ચે મા-દીકરી જેવો બોન્ડ જોવા મળતો હતો. જોઈએ હવે બંને વચ્ચે ફરી વખત આવો ક્યારે બોન્ડ જોવા મળે છે…