મનોરંજન

મા દીકરી જેવો હતો Aishwarya Rai-Bachchan-Jaya Bachchanનો સંબંધ અને…

અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ (Anant Ambani-Radhika Merchant)ના લગ્ન બાદથી ફરી એક વખત ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને બચ્ચન પરિવાર (Bachchan Family) વચ્ચેનો વિખવાદ ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે.

અનંત-રાધિકાના લગ્નમાં ઐશ્વર્યા અને બચ્ચન પરિવારે અલગ અલગ એન્ટ્રી લીધી હતી અને આટલું ઓછું હોય તેમ બચ્ચન પરિવારના ફેમિલી ફોટોમાંથી માત્ર ઐશ્વર્યા જ નહીં પણ પૌત્રી આરાધ્યા બચ્ચનની પણ બાદબાકી કરવામાં આવી હતી. આજે ભલે બચ્ચન પરિવાર અને ઐશ્વર્યા રાય-બચ્ચન વચ્ચે ખાઈ સર્જાઈ ગઈ હોય, પણ એક સમયે એવો પણ હતો કે ઐશ્વર્યા રાય-બચ્ચન અને જયા બચ્ચન (Aishwarya Rai-Bachchan-Jaya Bachchan) વચ્ચે મા-દીકરા જેવો સંબંધ હતો તો પછી આખરે એવું તે શું થયું કે ઐશ્વર્યા-જયાના સંબંધોમાં એટલી ખટાશ આવી ગઈ એ એક વણ ઉકેલાયેલો કોયડો છે-
અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા વચ્ચે છેલ્લાં કેટલાય સમયથી કંઈક ઠીક નથી ચાલી રહ્યું એવા અહેવાલો સામે આવી રહ્યા છે પરંતુ આ બાબતે બંનેમાંથી કોઈએ કંઈ પણ ઓફિશિયલી સ્પષ્ટતા નથી કરી. પરંતુ ઐશ્વર્યા અને જયા વચ્ચે મા-દીકરી જેવો સંબંધ હતો અને આ વાતનો ખુલાસો ખુદ અભિષેક બચ્ચને કરણ જોહરના ટોક શો કોફી વિથ કરણમાં કર્યો હતો.

આ પણ વાંચો : Anant Ambaniએ લગ્નમાં પહેરેલી ખાસ વસ્તુનું Nita Ambani સાથે છે ખાસ કનેક્શન…

અભિષેકે જણાવ્યું હતું કે ઐશ્વર્યા અને જયા ખૂબ જ નજીક છે અને એનો અંદાજો તમને 2010-11ના જ એક ફોટો પરથી આવશે. વાત જાણે એમ છે કે 2010માં યોજાયેલા સ્ક્રીન એવોર્ડ્સમાં જયા બચ્ચન એક સુંદર પિંક સાડીમાં જોવા મળ્યા હતા અને બાદમાં 2011માં ઐશ્વર્યાએ દુર્ગા પૂજામાં સાસુ જયા બચ્ચનની એ જ સાડી પહેરી હતી. 2014માં ફરી એક એવોર્ડ ફંક્શનમાં જયા બચ્ચને એ પિંક સાડી પહેરી હતી.

એટલું જ નહીં પણ જ્યારે સુભાષ ઘઈની પાર્ટીમાં જ્યારે આ સાસ-બહુની જોડી પહોંચી ત્યારે ત્યાં ઉપસ્થિત પેપ્ઝમાંથી કોઈએ ઐશ્વર્યાને ઐશ કહીને બોલાવી હતી જે જોઈને જયા બચ્ચને એ ફોટોગ્રાફરની ક્લાસ લઈ લેતાં કહ્યું હતું કે ઐશ, ઐશ્વર્યા શું છે? શું એ તારી સાથે સ્કુલમાં ભણી છે? જયા બચ્ચને પણ કોફી વિથ કરણમાં પોતાની ગુણિયલ વહુ ઐશ્વર્યાના ભરપેટ વખાણ કર્યા હતા, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

જો એક સમયે ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને જયા બચ્ચન (Jaya Bachchan) વચ્ચે આટલો પ્રેમ હતો આખરે તેમના સંબંધમાં આટલી ખટાશ કઈ રીતે આવી? પણ આ સવાલનો જવાબ કદાચ ઐશ્વર્યા કે જયા બચ્ચન જ સારી રીતે આપી શકશે, આપણે તો ભાઈ માત્ર અટકળો લગાવી શકીએ…

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button