મનોરંજન

Navyaએ Aishwarya Rai-Bachchan સાથે કર્યું કંઈક એવું કે…


હાલમાં અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) ડિવોર્સના સમાચારને કારણે ખૂબ જ લાઈમલાઈટમાં રહે છે. દરરોજ બંનેના ડિવોર્સને લઈને કંઈકને કંઈક નવી વાત સાંભળવા મળે છે. પરંતુ આ બધા વચ્ચે હવે સોશિયલ મીડિયા પર લોકો નવ્યા નવેલી નંદા (Navya Naveli Nanda)ને ટ્રોલ કરી રહ્યા છે. હવે તમને થશે કે ભાઈ આખરે લોકો નવ્યાને કેમ ટ્રોલ કરી રહી રહ્યા છે, બરાબર ને? ચાલો તમને આ પાછળનું કારણ પણ જણાવીએ.

વાત જાણે એમ છે ઐશ્વર્યા રાય-બચ્ચનની સાથે આલિયા ભટ્ટ પણ પેરિસ ફેશન વીક 2024માં હિસ્સો લેવા પહોંચી હતી. આ ફેશન વીક બાદ આલિયાએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેના કેટલાક ફોટો શેર કર્યા હતા. પોસ્ટ કરાયેલા આ ફોટોમાં આલિયા રેમ્પ પર વોક કરતી અને ફ્લાઇંગ કિસ આપતી જોવા મળી રહી છે.

| Also Read: Aaradhya Bachchan માટે Navya Naveli Nandaએ આ શું કહ્યું…

આલિયા ભટ્ટની પોસ્ટ પર તેની સાસુમા નીતુ કપૂર, નણંદ રિદ્ધિમા કપૂર સહાની અને મમ્મી સોની રાઝદાને કમેન્ટ કરીને તેના વખાણ કર્યા છે પરંતુ લોકોનું ધ્યાન તો નવ્યાએ કરેલી કમેન્ટ પર ગયું અને અહીંથી મોકાણ શરૂ થઈ ગઈ. નવ્યાએ આલિયા ભટ્ટની આ પોસ્ટ પર કમેન્ટ કરીને તેને ચીયર અપ કરી હતી. જોકે, કોમેન્ટમાં નવ્યાએ કંઈ લખ્યું નથી, માત્ર બે ઈમોજી શેર કર્યા છે, પણ તેમ છતાં લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.

નેટિઝન્સે નવ્યાને ટ્રોલ કરતાં લખ્યું હતું કે નવ્યા તેની મામી ઐશ્વર્યા રાય બચ્ચનને સપોર્ટ કરવાને બદલે આલિયા ભટ્ટને સપોર્ટ કરી રહી છે. નવ્યા નવેલી નંદાના જવાબમાં એકે લખ્યું, ઐશ્વર્યા ક્વીન છે તો બીજા એક યુઝરે લખ્યું હતું થોડો સ્પોર્ટ મામીને પણ કરી લો… જોકે, આ પહેલી વખત નથી કે આ રીતે બચ્ચન પરિવારના કોઈ સદસ્યને ઐશ્વર્યાને સપોર્ટ ન કરવા બદ્દલ નેટિઝન્સે ટ્રોલ કર્યા હોય. આ પહેલાં પણ ભૂતકાળમાં આવું બની ચૂક્યું છે કે બચ્ચન પરિવારે વહુ ઐશ્વર્યાને સપોર્ટ ના કરી હોય અને લોકોએ તેમને ટ્રોલ કર્યા હોય.

| Also Read: મોડી રાતે Abhishek Bachchan વિના આ શું કરતી જોવા મળી Aishwarya Rai-Bachchan?

વાત કરીએ ઐશ્વર્યાની તો ઐશ્વર્યાએ હાલમાં જ પેરિસ ફેશન વીકમાં ભાગ લીધો હતો અને આ દરમિયાન ઐશ્વર્યા રાય બચ્ચન તેની સગાઈની રીંગ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી, જેને કારણે એક્ટ્રેસ ડિવોર્સના સમાચાર પર પૂર્ણવિરામ મૂકી રહી હોવાની અટકળો લગાવવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button