મનોરંજન

લગ્નની ફિલ્મી કરિયર પર Aishwarya Rai-Bachchanએ આપ્યો એવો જવાબ કે જોતો રહ્યો Abhishek…

બોલીવૂડની સુંદર અભિનેત્રીઓમાંથી એક એવી ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) હાલમાં તેની પ્રોફેશનલ લાઈફ નહીં પણ પર્સનલ લાઈફને કારણે વધારે લાઈમલાઈટમાં આવે છે. છેલ્લાં કેટલાક સમયથી તો બચ્ચન પરિવાર સાથેના તેના સંબંધો અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) સાથેના ડિવોર્સના રિપોર્ટ્સથી તો સોશિયલ મીડિયા અને વેબ પોર્ટ્લ્સ ઊભરાઈ રહ્યા છે.

જોકે, આ બધા વચ્ચે હાલમાં સોશિયલ મીડિયા પર ઐશ્વર્યા રાયનો એક જૂનો ઈન્ટરવ્યુ વાઈરલ થઈ રહ્યો છે જેમાં તેને લગ્ન અને ફિલ્મી કરિયર જોવા મળેલી અસર વિશે સવાલ પૂછવામાં આવ્યોહતો. આ સવાલનો જવાબ આપતા જ અભિષેક બચ્ચને આપેલું રિએક્શન જોવા જેવું હતું. ચાલો જોઈએ શું કહ્યું ઐશ્વર્યાએ અને શું હતું અભિષેકનું રિએક્શન-

વાત જાણે એમ છે કે ઐશ્વર્યા અને અભિષેક બચ્ચનના લગ્ન જીવનને લઈને જાત જાતના દાવાઓ છેલ્લાં કેટલાય સમયથી કરાઈ રહ્યા છે. કેટલાક રિપોર્ટ્સમાં તો એવો દાવો પણ કરાઈ રહ્યો છે કે બંને જણ ડિવોર્સ લઈ રહ્યા છે. ઐશ્વર્યાના તેની સાસુ જયા બચ્ચન અને નણંદ શ્વેતા બચ્ચન સાથે બિલકુલ નથી બની રહ્યું. આ સિવાય પેરિસ ઓલમ્પિકમાં પણ અભિષેક બચ્ચન એકલો જોવા મળ્યો હતો. જોકે, આ બાદ અભિષેકે ડિવોર્સની અફવાઓ પૂર્ણ વિરામ લગાવતા કહ્યું હતું કે તે હજી પણ મેરિડ છે.

આ પણ વાંચો : Amitabh Bachchanએ કર્યું કંઈક એવું કે વરસી પડ્યા Jaya Bachchan…

2007માં જ્યારે બંનેના લગ્ન થયા ત્યારે ઐશ્વર્યાનું ફિલ્મી કરિયર એકદમ પીક પર હતું. ઐશ્વર્યા અને અભિષેક બચ્ચને ફિલ્મ ગુરુ રીલિઝ થઈ તેના બાદ લગ્ન કર્યા હતા. બોક્સ ઓફિસ પર આ ફિલમ એક સુપરહિટ ફિલ્મ સાબિત થઈ હતી. લગ્નના તરત જ બાદમાં અભિષેક અને ઐશ્વર્યા ધ અનફોરગોટોબેલ્સ નામની એક પર ગઈ હતી અને આ ટૂરમાં અમિતાભ બચ્ચન અને પ્રીતિ ઝિન્ટા પણ હતી. આ ઈન્ટરનેશનલ ટૂક પર એક પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારે ઐશ્વર્યાને તેના કરિયર અને ફેમિલી સાથે સંકળાયેલો સવાલ પૂછ્યો હતો કે લગ્ન બાદ તે ફિલ્મોમાં કામ કરશે કે નહીં?

પત્રકારે ઐશ્વર્યાને કહ્યું હતું કે અમે આશા રાખીએ છીએ લગ્ન અને બાળકોને કારણે અમે તમને ના ગુમાવી બેસીએ. જેના જવાબમાં ઐશ્વર્યાએ કહ્યું હતું કે હું બાળકોની રાહ જોઈ રહી છું અને હાલમાં તો હું લગ્નનો આનંદ ઉઠાવી રહી છું. એમાં પોતાની જાતને ખોવાનો સવાલ જ નથી. ઐશ્વર્યાનો આ જવાબ સાંભળીને ત્યાં હાજર તમામ લોકોની સાથે સાથે જ અભિષેક બચ્ચન પણ ઈમ્પ્રેસ થઈ ગયા હતા. જોકે, ઐશ્વર્યાએ પોતાનું વચન પાળ્યું નહીં અને દીકરી આરાધ્યાના જન્મ બાદ ઐશ્વર્યાએ ફિલ્મોથી દૂરી બનાવી લીધી અને સ્ક્રીન પ્રેઝેન્સને ઓછી કરી દીધી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા દીકરા આરાધ્યાની દેખભાલ અને એની સાથે રહે છે. ઐશ્વર્યાએ છેલ્લી વખત ફિલ્મ પોન્નિયિન સેલવન ટુમાં જોવા મળી હતી. આ ફિલ્મની સફળતા બાદ એક ફેને અભિષેકને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે હવે તેને વધુ ફિલ્મો સાઈન કરવા આપો અને તમે આરાધ્યાની દેખભાળ કરો. આના પર અભિષેકે કહ્યું હતું કે સર ઐશ્વર્યાને કંઈ પણ કરવા માટે મારી પરવાનગીની જરૂર નથી. અભિષેકની આ વાતે લોકોના દિલ જિતી લીધા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button