મનોરંજન

Aishwarya Rai-Bachchanના આ Ex. પર આવ્યું હતું Shweta Bachchanનું દિલ, શો પર કહ્યું…

અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ની દીકરી શ્વેતા બચ્ચન (Shweta Bachchan)નો ભલે બોલીવૂડ સાથે કોઈ નાતો ના હોય, પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેના મિત્રોની સંખ્યા ખૂબ જ મોટી છે. બાળપણમાં શ્વેતા મમ્મી જયા બચ્ચન (Jaya Bachchan) સાથે અને પપ્પા અમિતાભ બચ્ચન સાથે હંમેશા એમના સેટ પર જતી હતી અને એને કારણે જ ઈન્ડસ્ટ્રીમાં તેના મિત્રોની સંખ્યા વધારે છે.

શ્વેતા બચ્ચન હાલમાં ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) તેમ જ ભાઈ અભિષેક બચ્ચન (Abhishek Bachchan) વચ્ચેના વિખવાદને કારણે પણ સતત ચર્ચામાં છે. પરંતું શું તમને ખબર છે કે ભાભી ઐશ્વર્યાના એક્સ બોયફ્રેન્ડ પર શ્વેતા બચ્ચનને ક્રશ હતો? ખુદ શ્વેતાએ આ વાતનો ખુલાસો કરચાલો તમને આજે એ રોમાંચક કિસ્સા વિશે જણાવીએ-
વાત જાણે એમ છે કે શ્વેતા બચ્ચને કરણ જોહરના શો કોફી વિથ કરણ પર આ વાતનો ખુલાસો કર્યો હતો અને તેણે જણાવ્યું હતું કે તેને સલમાન ખાન (Salman Khan) પર ક્રશ હતો. અગાઉ જણાવ્યું એમ શ્વેતા અવારનવાર જયા અને અમિતાભ સાથે ફિલ્મોના સેટ પર જતી એ જ સમયે તે સલમાનની ફેન બની ગઈ હતી.

Aishwarya Rai-Bachchan's Ex. Shweta Bachchan's heart came on, said on the show…
image source – Times Now Navbharat

આ પણ વાંચો : કોણે ઉડાડી Amitabh Bachchanની રાતોની ઊંઘ? પોસ્ટ કરીને કહ્યું…

કરણ જોહરે પોતાના શોમાં હોટનેસના હિસાબે શ્વેતાને એક્ટર્સને રેંક કહેવાનું જણાવ્યું હતું અને એમાં જ શ્વેતાએ સલમાન ખાનને સૌથી હોટ ગણાવીને તેનું નામ પહેલાં લીધું હતું. શ્વેતાની સલમાન માટેની દિવાનગી એટલી બધી હતી કે તે સલમાન ખાનની ફિલ્મ મૈંને પ્યાર કિયાવાળી કેપ લઈને રાતે ઊંઘતી હતી. આ કેપ શ્વેતા માટે ભાઈ અભિષેક લઈને આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai-Bachchan) સલમાન ખાનને ડેટ કરી ચૂકી છે. બંને જણ બે વર્ષ સુધી રિલેશનમાં હતા, પરંતુ તેમનું ખરાબ બ્રેકઅપ થઈ ગયું હતું. ત્યાર બાદ ઐશ્વર્યાએ અભિષેકને ડેટ કરવાનું શરુ કર્યું અને 2007માં બંનેએ લગ્ન કરી લીધા.

હાલમાં ઐશ્વર્યા અને અભિષેક પોતાની પર્સનલ રિલેશનશિપને કારણે દરરોજ લાઈમલાઈટમાં રહે છે. રિપોર્ટ્સમાં એવો દાવો કરાઈ રહ્યો છે કે બંને ડિવોર્સ લેવા જઈ રહ્યા છે, જોકે કપલે કે બચ્ચન પરિવારે હાલમાં આ બાબતે કોઈ પણ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરી નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સસ્તો આઉટફિટ, નો મેકઅપ લૂક અને તો ય આ રીતે લાઈમલાઈટ લૂંટી Isha Ambaniએ… પૈસાની તંગી દૂર કરશે આ ટીપ્સ આ રીતે ચલાવો AC,વિજળીનું બિલ ઘટશે તમારી રાશિ પ્રમાણે પ્રસાદ ધરો દુંદાળા દેવને