મનોરંજન

Bachchan Family સાથેના ખટરાગ વચ્ચે આ ક્યાં જોવા મળી Aishwarya Rai Bachchan?

બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન (Bollywood Actress Aishwarya Rai-Bachchan) હાલમાં બચ્ચન પરિવાર સાથેના ચાલી રહેલાં ખટરાગને કારણે ચર્ચામાં રહે છે. આ બધા વચ્ચે બુધવારે બચ્ચન પરિવારની આ બહુરાની મુંબઈના એક ક્લિનિકની બહાર સ્પોટ થઈ હતી અને એ સમયે પેપ્ઝે તેને કચકડે કેદ કરી લીધી હતી.

આ પણ વાંચો: 365 કરોડ રૂપિયાવાળી કઇ ફિલ્મ ઐશ્વર્યા રાયે ફગાવી હતી?

ઐશ્વર્યા રાય બચ્ચન ક્લિનિકથી બહાર નીકળીને પોતાની ગાડીમાં બેસતાં જોવા મળી હતી. બ્લ્યુ કલરના આઉટ ફિટની સાથે બ્લેક સન ગ્લાસીસ અને હાથમાં વોચ પહેરી હતી. આ સિમ્પલ લૂકમાં પણ ઐશ્વર્યા ખૂબ જ સુંદર લાગી રહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા રાય બચ્ચન થોડાક સમય પહેલાં કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પણ ફ્રેક્ચર્ડ હાથ (With Fractured Hand Aishwarya Rai-Bachchan Spotted At Cannes Film Festival) સાથે જોવા મળી હતી. ઐશ્વર્યા ઘરમાં પડી ગઈ હતી અને એને કારણે તેને આ ઈજા થઈ હતી.

આ પણ વાંચો: ઐશ્વર્યા રાય આરાધ્યાની માતા નથી, આ શું બોલી ગયા જયા બચ્ચન?

એક રિપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે ઐશ્વર્યાના હાથમાંથી સોજા ઓછી થયા બાદ સર્જરી કરવામાં આવશે. ડોક્ટરોએ એક મહિના સુધી ઐશ્વર્યાને સ્પ્લિંટ પહેરવાની અને ફિઝિયોથેરેપી લેવાની સલાહ પણ આપી હતી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ઐશ્વર્યા રાય બચ્ચન છેલ્લે ફિલ્મ પોન્નઈ સેલવન 2માં જોવા મળી હતી અને તેની આ ફિલ્મ 2023માં રિલીઝ થઈ હતી. ત્યાર બાદથી એક્ટ્રેસે પોતાના કોઈ નવા પ્રોજેક્ટની જાહેરાત નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા રાય-બચ્ચન છેલ્લાં કેટલાય સમયથી બચ્ચન પરિવાર અને પતિ અભિષેક બચ્ચનથી દૂર રહે છે. જેને કારણે જાત જાતની વાતો થઈ રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button