Abhishek Bachchan સાથેના Divorce વચ્ચે Aishwarya Rai-Bachchanએ આ વ્યક્તિને કહ્યું Love You….
ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) હાલમાં તેની પર્સનલ લાઈફને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે અને એમાં પણ હાલમાં દુબઈમાં યોજાયેલા સાઉથ ઈન્ડિયન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં તેને મળેલા એવોર્ડના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યા છે.
આ સમયે દીકરી આરાધ્યા બચ્ચન પણ તેની સાથે જોવા મળી હતી અને ઐશ્વર્યાની જેમ જ આરાધ્યા પણ આ સમયે ખૂબ જ સુંદર લાગી રહી હતી અને તેનો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે.
ઐશ્વર્યાને બેસ્ટ એક્ટ્રેસ (ક્રિટિક્સ)નો એવોર્ડ મળ્યો હતો. એવોર્ડ મળ્યા બાદ ઐશ્વર્યાએ આપેલી થેન્ક્સ સ્પીચમાં તેણે દીકરી આરાધ્યાનો ઉલ્લેખ પણ કર્યો હતો. ઐશ્વર્યાએ જણાવ્યું હતું કે થેન્ક્સ આરાધ્યા મારી સાથે અહીંયા આવવા માટે.
લવ યુ… તારું અહીં મારી સાથે હોવું એ મારા માટે ખૂબ જ સ્પેશિયલ છે. ઐશ્વર્યાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યો છે. પરંતુ એની સાથે સાથે જ આરાધ્યાનો પણ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તે કોઈના પગે પડતી જોવા મળી રહી છે અને ફેન્સ આ વીડિયો જોઈને આરાધ્યાના સંસ્કારના વખાણ કરી રહ્યા છે.
આપણ વાંચો: ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચન સાથે દેખાયા? શું છે વાઈરલ વીડિયોની હકીકત…
વાત જાણે એમ છે કે ઐશ્વર્યા રાય-બચ્ચન એવોર્ડ લઈને સ્ટેજ પરથી નીચે ઉતરી રહી હતી ત્યારે આરાધ્યા મમ્મી ઐશ્વર્યાને મળવા આવે છે અને ગળે લગાવે છે. ત્યાર બાદ બીજા સેલેબ્સ પણ ઐશ્વર્યાને મળવા માટે આવે છે અને આરાધ્યા એમના પગે પડતી જોવા મળે છે. આરાધ્યાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.
ફેન્સ આરાધ્યાની આ વિનમ્રતા જોઈને ખૂબ જ અચંબિત થઈ ગયા છે. એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું છે કે ઐશ્વર્યાએ પોતાની દીકરીને ખૂબ જ સારા સંસ્કાર આપ્યા છે, કારણ કે આજકાલના ટીનએજર્સ બિલકુલ આવા નથી હોતા. બીજા એક યુઝરે લખ્યું હતું કે હું કલ્ચર જોઈને જ એકદમ ખુશ થઈ ગયો.
અત્રે ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા હાલમાં પોતાના ડિવોર્સના ન્યુઝને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. એવું કહેવાઈ રહ્યું છે કે ઐશ્વર્ચા અને અભિષેક ડિવોર્સ લઈ રહ્યા છે. જોકે, બંનેમાંથી કોઈએ હજી સુધી આ બાબતે કંઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આપ્યું.