અભિષેક બચ્ચન નહીં પણ ઐશ્વર્યા રાયે જાહેરમાં સલમાન ખાનને કહ્યું Thank You… જાણો કેમ?

બોલીવૂડની બ્યુટીફૂલ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) હાલમાં પ્રોફેશનલ લાઈફ કરતાં પણ પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં રહે છે. છેલ્લાં કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર અને વિવિધ રિપોર્ટ્સમાં ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચનના ડિવોર્સ અને બંને વચ્ચે અણબનાવ હોવાનો દાવો કરાઈ રહ્યો છે.
પરંતુ આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં ઐશ્વર્યા રાય સલમાન ખાનને થેન્ક્સ કહેતી જોવા મળી રહી છે. ચાલો તમને આ વાઈરલ વીડિયો પાછળની સચ્ચાઈ જણાવીએ-
આપણ વાંચો: ઐશ્વર્યા રાય-બચ્ચને આ કોને ફ્લાઈંગ કિસ આપી?
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો વીડિયો અત્યારનો નહીં પણ જૂનો છે. સલમાન ખાન અને ઐશ્વર્યા રાય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એવા લવબર્ડ્સ હતા કે જેની ચર્ચા ખૂબ જ જોરશોરથી થતી હતી. આજે ભલે બંનેને એકબીજા સાથે જરાય લેવાદેવા ના હોય પણ એક સમયે જ્યાં જુઓ ત્યાં બસ બંનેના નામની ચર્ચા હતી.
બંને જણ ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમ સમયે એકબીજાની નજીક આવ્યા અને બંનેનું અફેયર શરૂ થઈ ગયું. પરંતુ બંનેનું બ્રેકઅપ ખૂબ જ ખરાબ નોટ પર થયું હતું. વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં ઐશ્વર્યા સ્ટેજ પરથી સલમાન ખાનને થેન્ક યુ કહેતી જોવા મળે છે.
આપણ વાંચો: ઐશ્વર્યા રાય-બચ્ચનના દેસી બાદ મોર્ડન બહુવાળો લૂક જોયો કે…? જોશો તો…
વાત જાણે એમ છે કે ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમે રિલીઝ બાદ ખૂબ જ ધમાલ મચાવી હતી. આ ફિલ્મની સફળતા બાદ જ્યારે ઐશ્વર્યા કોઈ એવોર્ડ ફંક્શનમાં લોકોને સંબોધિત કરી રહી હતી અને એ સમયે તેણે સલમાનને થેન્ક્યુ કહ્યું હતું.
જોકે, ઐશ્વર્યાએ માત્ર સલમાનને નહીં પણ અજય દેવગણ સહિત ફિલ્મની આખી ટીમને થેન્ક્યુ કહ્યું હતું. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે અને સલમાનના એક્સપ્રેશન જોતા એવું લાગી રહ્યું છે કે તે પોતાની સ્માઈલ છુપાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.
આ વીડિયો જોઈને ફેન્સ અને નેટિઝન્સ જાત જાતની કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે આવી આંખોવાળી વ્યક્તિ માટે કાળા ચશ્મા સાવ બેકાર છે.
બીજા એક યુઝરે લખ્યું હતું કે ખૂબ જ ઈમોશન્સ સાથે વાત કરવાનો કેટલો શાનદાર તરીકો છે. ત્રીજા એક યુઝરે લખ્યું હતું કે શાનદાર વીડિયો… તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો અત્યારે જ જોઈ લો…