Aishwarya Rai-Bachchanએ કોના માટે કહ્યું એ મારા જીવનનું સૌથી ખરાબ સપનું…

બોલીવૂડ એક્ટ્રેસ અને બચ્ચન પરિવારની બહુરાની ઐશ્વર્યા રાય બચ્ચન (Bollywood Actress Aishwarya Rai-Bachchan) છેલ્લાં કેટલાય સમયથી પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે અને એમાં પણ ખાસ કરીને બચ્ચન પરિવાર સાથેના તેના સંબંધોને કારણે તો તે ખૂબ જ લાઈમલાઈટમાં રહે છે. હવે ફરી એક વખત ઐશ્વર્યા પોતાના એક નિવેદનને કારણે ચર્ચામાં આવી છે, આવો જોઈએ ઐશ્વર્યાએ શું કહ્યું અને કોના માટે કહ્યું…
ઐશ્વર્યા બચ્ચને તેના એક્સ બોયફ્રેન્ડ અને બોલીવૂડ એક્ટર સલમાન ખાન (Bollywood Actor Salman Khan)ને લઈને એક નિવેદન આપ્યું છે, જેની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે. પરંતુ તમાી જાણ માટે કે આ નિવેદન પણ નવું નહીં જૂનું છે.
ઐશ્વર્યા અને સલમાન એક સમયમાં રિલેશિનશિપમાં હતા. સંજય લીલા ભણસાલીની ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમ (Sanjay Leela Bhansali’s Film Hum Dil De Chuke Sanam)થી એકબીજાને ડેટ કરી રહ્યા છે. એ સમયે ઐશ્વર્યા 18 વર્ષની હતી અને સલમાન 25 વર્ષનો. બંનેના અફેયરની ચર્ચા જોરશોરથી ચાલી રહી હતી. પણ આખરે કોઈ કારણે બંને વચ્ચે વાત વણસી અને એમનું બ્રેકઅપ થઈ ગયું.
આ પણ વાંચો: અભિષેક બચ્ચન સાથે છુટાછેડા વચ્ચે આ કોની સાથે ડાન્સ કરતી જોવા મળી ઐશ્વર્યા?
બ્રેકઅપ બાદ પણ સલમાન ખાન ઐશ્વર્યા રાયનો પીછો કરતો અને પોતાને નુકસાન પહોંચાડતો હતો. એટલું જ નહીં એવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે કે સલમાન તેને શારીરિક અને માનસિક યાતના પણ આપતો હતો. બાદમાં 2002માં ઐશ્વર્યાએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે મારી ભલાઈ, મારી સમજદારી, મારી ગરિમા, મારા પરિવારની ગરિમા અને આત્મસન્માન માટે હવે બસ…હું મિસ્ટર સલમાન ખાન સાથે કામ નહીં કરું.
ઐશ્વર્યાએ પોતાના આ જ સ્પષ્ટીકરણમાં એવું પણ કહ્યું હતું કે સલમાનવાળું ચેપ્ટર મારી લાઈફનું સૌથી ખરાબમાં ખરાબ ચેપ્ટર હતું, મારા જીવનનું એક દુઃસ્વપ્ન હતું. હું ભગવાનનો આભાર માનું છું કે આખરે બધું પૂરું થઈ ગયું છે. મેં સલમાનની અયોગ્ય હરકતો પર મૌન સેવ્યું પણ તેણે વારંવાર મને અને મારા પરિવારને ઠેસ પહોંચાડી છે.
આ પણ વાંચો: પોતાની રોકા સેરેમની વિશે ઐશ્વર્યા રાય બચ્ચને કર્યો ચોંકાવનારો ખુલાસો…
અત્રે ઉલ્લેખનીય છે કે સલમાન ખાન અને ઐશ્વર્યા રાય-બચ્ચનના અફેયર(Salman Khan And Aishwarya Rai-Bachchan Affair)ની જેટલી ચર્ચા થઈ હતી એનાથી વધારે સનસનાટી બંનેના બ્રેકઅપે મચાવી હતી.