મને ઈનસિક્યોરિટી નથી થતી, અભિષેક સાથે… ઐશ્વર્યા રાય-બચ્ચનનો વીડિયો વાઈરલ…

બોલીવૂડની બ્યૂટીફૂલ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન હાલમાં રેડ સી ફિલ્મ ફેસ્ટિવલ-2025ની ઓપનિંગ સેરેમનીમાં હાજરી આપવા પહોંચી છે. આ ઈવેન્ટ બાદથી જ સોશિયલ મીડિયા પર ઐશ્વર્યા રાય-બચ્ચનનો લૂક વાઈરલ થઈ રહ્યો છે. હાલમાં સોશિયલ મીડિયા પર ઈવેન્ટનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ઐશ્વર્યા રાય- બચ્ચન ઈનસિક્યોરિટીને લઈને વાત કરતી જોવા મળી રહી છે. આવો જોઈએ શું કહ્યું છે ઐશ્વર્યાએ અને તે કઈ ઈનસિક્યોરિટીની વાત કરી રહી છે-
રેડ સી ફિલ્મ ફેસ્ટિવલની ઓપનિંગ સેરેમની વખતે આપેલા એક ઈન્ટરવ્યુ દરિયાન ઐશ્વર્યાએ જણાવ્યું હતું કે હું દીકરી આરાધ્યાની સાર-સંભાળ અને અભિષેક સાથે રહેવામાં એટલી બધી વ્યસ્ત છું કે જો કોઈ ફિલ્મ સાઈન ના પણ કરું તો મને જરાય ઈનસિક્યોરિટી નથી થતી. ઈનસિક્યોરિટીની ભાવના ક્યારેય મારા માટે ડ્રાઈવિંગ ફોર્સ નથી રહી.
વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં ઐશ્વર્યા રાય-બચ્ચન એવું કહે છે કે મને સમજાતું નથી. મને ઈનસિક્યોરિટી નથી અનુભવાતી. મને લાગે છે કે આ મારા વિશેની એક સાચી વાત છે. ઈનસિક્યોરિટી ક્યારેય મારા માટે ડ્રાઈવિંગ ફોર્સ નથી રહી, જે આસપાસના ઘણા અવાજો તમારા મગજમાં પ્રવેશવાનો પ્રયાસ કરી શકે છે, ક્યારેક ચોઈસને આગળ વધારી શકે છે. આ કંઈક એવું છે કે જે મારા કિસ્સામાં ક્યારેય નથી બનતું.
ઐશ્વર્યાએ આગળ જણાવ્યું હતું કે મનેયાદ છે કે જ્યારે મેં ફિલ્મ દેવદાસ કરી તો લોકો મને પૂછી રહ્યા હતા કે હવે આગળ કઈ મોટી ફિલ્મ કરવાની છે, ત્યાર બાદ મેં ચોકર બાલી કરી. એની સ્ટોરી ખૂબ જ સારી હતી અને તે એક એવી ફિલ્મ જે હું કરવા માંગુ છું. એ રીતે જોવા જોઈએ તો પ્રિડિક્ટિબિલિટી નથી. કદાચ આ જ એ રસ્તો છે કે જે બધાએ લેવો જોઈએ. મને નથી ખબર, પણ તમારે તમારી જર્નીમાં એટલું આગળ વધી જવું, હું ખૂબ ખૂબ આભારી છું. મારી પાસે તમારો પ્રેમ છે, સપોર્ટ છે અને મારી પાસે ટેલેન્ટની ઈન્ડસ્ટ્રી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બચ્ચન પરિવારની ગણતકી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પાવરફૂલ અને પ્રેસ્ટિજિયસ પરિવારમાં કરવામાં આવે છે. છેલ્લાં કેટલાક સમયથી અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય-બચ્ચન વચ્ચે કંઈક ઠીક નથી ચાલી રહ્યું એવા રિપોર્ટ્સ સામને આવી રહ્યા હતા, પરંતુ બચ્ચન પરિવાર કે પછી એશ-અભિએ આ વિશે ક્યારેય ખુલીને કંઈ કહ્યું નથી.
આ પણ વાંચો…જાહેરમાં આ કોના પગે પડીને ઐશ્વર્યા રાય-બચ્ચને લીધા આશિર્વાદ? પીએમ મોદી માટે કહી આ ખાસ વાત…



