Aishwarya Rai-Bachchanની આ હરકતે હલાવી દીધા બચ્ચન પરિવારના પાયા, અભિષેક પણ…

બચ્ચન પરિવારની ગણતરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પાવરફૂલ અને પ્રેસ્ટિજિયસ ફેમિલીમાં કરવામાં આવે છે, પરંતુ આ જ પરિવાર છેલ્લાં કેટલાક સમયથી પારિવારિક વિખવાદને કારણે ચર્ચામાં આવી રહ્યો છે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર બચ્ચન પરિવારની બહુરાની ઐશ્વર્યા રાય-બચ્ચનને લઈને એક એવી વાત સામે આવી રહી છે કે જેને કારણે બચ્ચન પરિવારના પાયા હચમચી ગયા હતા. અભિષેક બચ્ચન ખુદ પણ પત્ની ઐશ્વર્યાની હરકત જોઈને ચોંકી ઉઠ્યા હતા. આવો જોઈએ આખરે એવું તે શું કર્યું હતું ઐશ્વર્યાએ-
વાત જાણે એમ છે કે બોલીવૂડની બ્યુટીફૂલ એક્ટ્રેસ ઐશ્વર્યા રાયે રિયલ લાઈફ નહીં પણ રીલ લાઈફમાં કઈક એવું કર્યું હતું કે જેની બચ્ચન પરિવારે કલ્પના પણ નહોતી કરી. અહીં વાત થઈ રહી છે ફિલ્મ અય દિલ હૈ મુશ્કિલની. આ ફિલ્મમાં ઐશ્વર્યા અને રણબીર વચ્ચે હોટ અને સિઝલિંગ કેમેસ્ટ્રી દેખાડવામાં આવી હતી. બચ્ચન પરિવારની બહુરાનીએ પોતાના કો-એક્ટર રણબીર કપૂર સાથે એક નહીં અનેક બોલ્ડ સીન્સ આપ્યા હતા.
ઐશ્વર્યા અને રણબીર વચ્ચેના બોલ્ડ સીન્સ જોઈને બચ્ચન પરિવારની સાથે સાથે અભિષેક બચ્ચન પણ એકદમ ચોંકી ઉઠ્યો હતો. આ ફિલ્મમાં ઐશ્વર્યા અને રણબીરની કેમેસ્ટ્રી ફેન્સને ખૂબ જ પસંદ આવી હતી. બંનેની એક્ટિંગ પણ એકદમ દમદાર હતી. રણબીરે પોતાનાથી 9 વર્ષ ઐશ્વર્યા સાથે બોલ્ડ અને રોમેન્ટિક સીન્સ આપી હતી અને આ સીનની એ સમયે ખૂબ જ ચર્ચા થઈ હતી.
અય દિલ હૈ મુશ્કિલમાં રણબીર કપૂર અને ઐશ્વર્યા રાય-બચ્ચનની સાથે સાથે અનુષ્કા શર્મા પણ જોવા મળી હતી. પરંતુ દર્શકોને ઐશ્વર્યા અને રણબીરની કેમેસ્ટ્રી જ પસંદ આવી હતી અને તેમણે આ બંનેની જોડીને પરફેક્ટ જોડી ગણાવી હતી.
હવે બચ્ચન પરિવાર જેવા પ્રેસ્ટિજિયસ અને ફેમિલી મૂલ્યોને આટલું મહત્ત્વ આપવાના પરિવારની એકની એક બહુરાની સ્ક્રીન પર કોઈ બીજા હીરો સાથે રોમેન્ટિક અને બોલ્ડ સીન આપે તો પરિવારને તો આ વાત ખટકવાની જ છે ને? અભિષેકને પણ ઐશ્વર્યાના આ સીન ખાસ પસંદ નહોતા આવ્યા અને મીડિયા રિપોર્ટ્સની વાત પર વિશ્વાસ કરીએ તો બંને વચ્ચેના આ સીન જોઈને અભિષેક ગુસ્સાથી લાલ થઈ ગયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચન વચ્ચે છેલ્લાં કેટલાક સમયથી કંઈ ઠીક નથી ચાલી રહ્યું અને બંને જણ એકબીજાથી દૂર દૂર રહેવાનું પસંદ કરી રહ્યા છે. પરંતુ આ વિશે કપલે હજી કંઈ પણ ઓફિશિયલી એનાઉન્સમેન્ટ નથી કરી.
આ પણ વાંચો…સાયબર ક્રાઇમ કોલર ટ્યુનથી લોકો ‘ત્રાહિમામ’: અમિતાભ બચ્ચન પર સાધ્યું નિશાન…