પોતાની રોકા સેરેમની વિશે ઐશ્વર્યા રાય બચ્ચને કર્યો ચોંકાવનારો ખુલાસો…
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય-બચ્ચન ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પાવર અને મોસ્ટ એડોરેબલ કપલ છે. લગ્નના આટલા વર્ષો બાદ પણ તેમની વચ્ચે અતૂટ પ્રેમ જોવા મળી રહ્યો છે. જોકે, છેલ્લાં કેટલાક સમયથી બંને વચ્ચે કંઈક ઠીક નથી એવા સમાચારો અને અફવાઓ સાંભળવા મળી રહ્યા છે. બંને એકબીજાથી અલગ રહી રહ્યા હોવાની અફવા પણ દર બીજા દિવસે ઈન્ડસ્ટ્રીમાં સાંભળવા મળે છે.
જોકે, હાલમાં એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં ઐશ્વર્યા પોતાની સરપ્રાઈઝ રોકા સેરેમની વિશે વાત કરતી જોવા મળે છે. ઐશ્વર્યા વીડિયોમાં એવું કહેતી સાંભળવા મળે છે કે રોકા જેવું કંઈક હોય છે. અમે સાઉથ ઈન્ડિયન છીએ એટલે મને એના વિશે કંઈ ખબર નથી. અચાનક અભિષેકનો ફોન આવ્યો કે અમે લોકો આવી રહ્યા છીએ. મારા પપ્પા ઘરથી બહાર હતા અને તેમને એક દિવસ પાછા આવવા માટે એક દિવસનો સમય લાગવાનો હતો. બીજી બાજું પા (અમિતાભ બચ્ચન) અને પરિવારના બાકી સભ્યો બસ મારા ઘરે આવવાના મૂડમાં હતા.
આગળ ઐશ્વર્યાએ જણાવ્યું હતું કે અભિષેકે મને કહ્યું કે હું કોઈને રોકી નહીં શકું. અમે બધા રસ્તામાં છીએ. સાંજ સુધી તારા ત્યાં પહોંચી જઈશું. આ રીતે મારો રોકો થયો અને આ દરમિયાન મારા પપ્પા ફોન પર લાઈન પર હતા અને મા મારી સાથે હતી. બધા લોકો મારા ઘરે આવ્યા. એ લોકો ખૂબ જ ઈમોશનલ હતા અને મને લાગ્યું કે ભગવાન આ શું થઈ રહ્યું છે. એ લોકોએ કહ્યું ચાલો ઘરે. મેં પૂછ્યું કે હવે શું થયું શું આ સગાઈ હતી?
અભિષેક અને ઐશ્વર્યાના લગ્ન 20મી એપ્રિલ, 2007માં થઈ હતી અને કપલની એક સુંદર દીકરી છે નામે આરાધ્યા. છેલ્લાં કેટલાક સમયથી ઐશ્વર્યા અને અભિષેક બંને એકબીજાથી અલગ રહેતા હોવાની અફવા ઈન્ડસ્ટ્રીમાં ચાલી રહી છે, પણ બંનેમાંથી કોઈ આ વિશે ખુલીને કંઈ બોલવા તૈયાર નથી.