Aishwarya Rai-Bachchanના લેટેસ્ટ ફોટોશૂટના ફોટો જોયા કે? એક વાર જોશો તો…
બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) પોતાની પર્સનલ લાઈફને કારણે છેલ્લાં કેટલાક સમયથી વધારે ચર્ચામાં આવતી રહે છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં, પેરિસ ફેશન વીક સહિતની વિવિધ ઈવેન્ટ્સમાં આશ્વર્યાના વધેલાં વજનને કારણે તે ટ્રોલર્સના નિશાના પર આવી ગઈ હતી.
પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર બોલીવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યાએ બ્યુટી પ્રોડક્ટ માટે ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું હતું. ઐશ્વર્યાનું આ લેટેસ્ટ ફોટો જોઈને ટ્રોલર્સની બોલતી બંધ થઈ ગઈ છે. આવો જોઈએ એવું તે શું ખાસ છે ઐશ્વર્યાના આ લેટસ્ટ ફોટોશૂટમાં…
બોલીવૂડની બ્યુટીફૂલ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન છેલ્લા કેટલાક સમયથી ફેસ ફેટને કારણે ખૂબ જ ટ્રોલ થઈ રહી હતી અને લોકો એવું કહી રહ્યા હતા તે એક્ટ્રેસના ચહેરા પર હવે ઉંમરની અસર દેખાઈ રહી છે.
આપણ વાંચો: ઐશ્વર્યા રાય-બચ્ચન નહીં આ મહિલાએ અભિષેક પર કર્યો કિસનો વરસાદ… વીડિયો થયો વાઈરલ…
ઐશ્વર્યાનું વજન થોડાક સમયથી ખૂબ જ વધી રહ્યું છે અને લોકો તેની વધતી ઉંમરને કારણે ઉલટી સીધી વાતો કરી રહ્યા હતા. કેટલાક લોકો તો એવું પણ કહી રહ્યા હતા કે ઐશ્વર્યા હવે પહેલાં જેવી ક્યારેય નહીં દેખાય.
ઐશ્વર્યાના લેટેસ્ટ ફોટોશૂટના ફોટો જોઈને ફેન્સ ચોંકી ઉઠ્યા છે. ઐશ્વર્યાએ લોકોના મહેણા તો ચૂપચાપ સાંભળી લીધા પણ તેણે પોતાની જાત પર કામ કરવાનું શરૂ કરી દીધું. ઐશ્વર્યાની મહેનત આખરે રંગ લાવી છે અને તેનું પરિણામ આખરે લેટેસ્ટ ફોટોશૂટમાં જોવા મળી રહ્યું છે. એડ્રિયન નામના ફોટોગ્રાફરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઐશ્વર્યાના ફોટો શેર કર્યા છે.
ઐશ્વર્યાના આ ફોટો જોઈને ફેન્સ પણ ચોંકી ઉઠ્યા છે. આ ફોટોમાં ઐશ્વર્યાના ફૂલાયેલા ગાલ અંદર જતા રહ્યા છે અને તે 10 વર્ષ વધુ યંગ લાગી રહી છે. ઐશ્વર્યાની બ્લ્યુ આઈઝ જોઈને ફેન્સ એમાં ડૂબી ગયા છે અને તેની સુંદરતાના વખાણ કરી રહ્યા છે. ફેન્સ ઐશ્વર્યાની સુંદરતા જોઈને કહી કહ્યા છે કે ઐશ્વર્યા એકદમ એવરગ્રીન બ્યુટી લાગી રહી છે અને એના પર ઉંમરની બિલકુલ અસર નથી જોવા મળી રહી.
અત્રે ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા રાય-બચ્ચન છેલ્લાં કેટલાક સમયથી બચ્ચન પરિવાર સાથેના વિખવાદને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન વચ્ચે કંઈ ઠીક નથી ચાલી રહ્યું અને એવા અહેવાલો સામે આવી રહ્યા હતા કે બંને જણ ડિવોર્સ લઈ રહ્યા છે, પણ હજી સુધી કપલે આ વિશે કોઈ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરી નથી.