મનોરંજન

ઐશ્વર્યા રાય-બચ્ચને આ કોને ફ્લાઈંગ કિસ આપી?

બચ્ચન પરિવારની બહુરાની અને બોલીવૂડની બ્યુટીફૂલ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) ભલે કાન ફિલ્મ ફેસ્ટિવલથી મુંબઈ પાછી ફરી હોય. પરંતુ સોશિયલ મીડિયા પર હજી સુધી ઐશ્વર્યાના કાન ફિલ્મ ફેસ્ટિવલના લૂકની ચર્ચા જ ચાલી રહી છે.

ઐશ્વર્યા રાય-બચ્ચન પોતાની દીકરી આરાધ્યા સાથે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે પહોંચી હતી. હવે સોશિયલ મીડિયા પર ઐશ્વર્યાએ રેડ કાર્પેટ પર કરેલા પાઉટ અને ફ્લાઈંગ કિસની ચર્ચા થઈ રહી છે. આવો જોઈએ શું છે આખો મામલો-

આપણ વાંચો: હજારો લોકો વચ્ચે Jaya Bachchanએ ઐશ્વર્યા રાય-બચ્ચન માટે કહી એવી વાત કે આંખોમાં આવી ગયા આંસુ…

ઐશ્વર્યા રાય-બચ્ચન દીકરી આરાધ્યા બચ્ચન સાથે ફ્રાન્સમાં યોજાઈ રહેલાં 78મા કાન ફિલ્મ ફેસ્ટિવલ પહોંચી હતી. બે દિવસમાં રેડ કાર્પેટ પર પોતાના દેસી અને મોર્ડન લૂકથી તેણે ફેન્સના દિલ જિતી લીધા હતા. પરંતુ આપણે અહીં વાત કરીશું ઐશ્વર્યાના બીજા દિવસના લૂકની અને તેણે એ દિવસે કરેલી હરકતની.

ઐશ્વર્યાએ બીજા દિવસે બ્લેક કલરનો ઓફશોલ્ડર ગાઉન પહેર્યો હતો, જેણે ડિઝાઈનર ગૌરવ ગુપ્તાએ ડિઝાઈન કર્યો હતો. આ સાથે તેણે એક બનારસી લાંબી કેપ પણ કેરી કરી હતી, જેના પર ભગવદ ગીતાનો શ્લોક લખવામાં આવ્યો હતો.

રેડ કાર્પેટ પર ઐશ્વર્યાએ પેપ્ઝને એકથી ચઢિયાતા એક સુંદર પોઝ આપ્યા હતા. આ સમયે તેણે ફ્લાઈંગ કિસ આપી હતી અને પાઉટ પણ કર્યું હતું. ઐશ્વર્યાની આ અદા પર ફેન્સ ફિદા થઈ ગયા હતા.

આપણ વાંચો: ડિવોર્સની વચ્ચે ઐશ્વર્યા રાય-બચ્ચન વિશે આ શું કહ્યું Abhishek Bachchanએ?

ઐશ્વર્યાની સાથે દીકરી આરાધ્યા પણ જોવા મળી હતી. આરાધ્યાનો હાથ પકડીને ઐશ્વર્યાએ ગ્રેસફૂલી વોક કરતાં તે આગળ વધી ગઈ હતી. ઐશ્વર્યા અને આરાધ્યા બંને હાલ તો કાન ફિલ્મ ફેસ્ટિવલથી પાછા મુંબઈ આવી ગયા છે. એક્ટ્રેસ દીકરી સાથે એરપોર્ટ પર સ્પોટ થઈ હતી, જેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા રાય-બચ્ચન અને બચ્ચન પરિવાર વચ્ચે છેલ્લાં કેટલાક સમયથી કંઈક ઠીક નથી ચાલી રહ્યું એવા સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ આ બાબતે ઐશ્વર્યાએ કે બચ્ચન પરિવારે કંઈ પણ ખુલીને નથી કહ્યું. જોકે, એ વાત પણ એટલી જ સાચી છે કે ઐશ્વર્યા અને બચ્ચન પરિવાર જાહેરમાં સાથે દેખાવવાનું ટાળે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button