Good News: આખરે Bachchan Family સાથે દેખાઈ Aishwarya Rai-Bachchan અને…

લાંબા સમયથી ફેન્સ જેની કામના કરી રહ્યા હતા આખરે એ ઘડીઓ કદાચ હવે પાસે આવી રહી છે અને ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan) ફરી એક વખત સાથે જોવા મળ્યા છે. એટલું જ નહીં ઐશ્વર્યાએ આ સમયે સસરા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) સાથે પણ વાત કરતી જોવા મળી હતી. આ હેપ્પી મોમેન્ટનો ફોટો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે. ચાલો જોઈએ આખરે કયા પ્રસંગે લાંબા સમય બાદ ઐશ્વર્યા બચ્ચન પરિવાર સાથે જોવા મળી હતી-
આ પણ વાંચો: લો મળી ગયો પુરાવો! ઐશ્વર્યા રાય પતિથી અલગ નથી થઇ
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં ઐશ્વર્યા રાય ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. અભિષેક ઐશ્વર્યા સાથે ઉભેલો જોવા મળી રહ્યો છે તો અભિષેક પણ પોતાના વહુ-દીકરાને સાથે જોઈને ખુશ દેખાઈ રહ્યા હતા. આ દરમિયાન ઐશ્વર્યા સસરા અમિતાભ સાથે પણ કંઈક વાત કરતી જોવા મળી રહી છે.
ધીરુભાઈ ઈન્ટરનેશનલ સ્કુલના એન્યુઅલ ફંક્શનનો આ વીડિયો છે. જેમાં અમિતાભ, ઐશ્વર્યા અને અભિષેક કોઈ મહિલાને મળે છે અને ત્યાર બાદ બંને જણ સ્કૂલમાં જતાં જોવા મળી રહ્યા છે. આ દરમિયાન ઐશ્વર્યા અમિતાભ બચ્ચનને હાથ આપીને તેમને આગળ લઈ જતી જોવા મળી રહી છે તો અભિષેક પણ આઈડલ હસબન્ડની જેમ ઐશ્વર્યાનો દુપટ્ટો સંભાળતા જોવા મળી રહ્યો છે.
એવી આશા સેવાઈ રહી છે કે બચ્ચન પરિવારની આ હેપ્પી મોમેન્ટ અત્યાર સુધી ચાલી રહેલી તમામ અફવાઓ અને વાતો પર પૂર્ણવિરામ મૂકી શકે છે. લાંબા સમયથી ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે કંઈ ઠીક નથી એવી ચર્ચા ચાલી રહી હતી. જોકે, બાદમાં બિગ બીએ પોતાના બ્લોગ સ્પષ્ટ કર્યું હતું કે આ જે વાતો ચાલી રહી છે એ ખાલી અફવાઓ જ છે.
આ પણ વાંચો: હવે એવું તે શું થયું કે ટ્રોલ થઇ ગઇ ઐશ્વર્યા રાય….
જોકે, આ વીડિયો સામે આવ્યા બાદ પણ લોકોએ જાત જાતની વાતો કરવાનું બંધ નથી કર્યું. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે બંને જણ અલગ અલગ કારથી આવ્યા છે એટલે એ વાત તો સ્પષ્ટ છે કે બંને જણ સેપરેટ રહે છે. બીજા એક યુઝરે લખ્યું હતું ઐશ્વર્યા બચ્ચન પરિવાર સાથે વાત કરતી વખતે અનકમ્ફર્ટેબલ લાગી રહી છે, પરંતુ દીકરી આરાધ્યા માટે તે નોર્મલ દેખાવવાનો પ્રયાસ કરી રહી છે.
ખેર, હકીકત જે પણ હોય એ પરંતુ ઐશ્વર્યા અને અભિષેકને લાંબા સમય બાદ સાથે જોઈને ફેન્સની ખુશીનો કોઈ પાર નહોતો રહ્યો.