મનોરંજન

આ શખ્સને કારણે Aishwarya Rai-Bachchanએ છોડ્યો Jalsa Bunglow?

ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan)ના વિખવાદનો અંત આવતો નથી દેખાઈ રહ્યો. કહેવાઈ તો એવું પણ રહ્યું છે કે અભિષેક અને ઐશ્વર્યા ડિવોર્સ લેવા જઈ રહ્યા છે, પણ શું તમને ખબર છે કે કોના કારણે ઐશ્વર્યાએ દીકરી આરાધ્યા સાથે જલસા બંગલો છોડી દીધો, બચ્ચન પરિવારનો કયો સદસ્ય ઐશ્વર્યાને એક આંખ દીઠો ગમતો નથી? ચાલો આજે તમને એના વિશે જણાવીએ-

વાત કરીએ કોના કારણે ઐશ્વર્યા રાય-બચ્ચને પોતાનું સાસરું છોડ્યું તો એ વાત તો બધા જ જાણે છે કે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને જયા બચ્ચન (Jaya Bachchan) પોતાની દીકરી શ્વેતા બચ્ચન (Shweta Bachchan)ને લઈને ખૂબ જ સપોર્ટિવ છે. બિગ બીએ ખુદ પોતાની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે તેમની પ્રોપર્ટી બંને સંતાનો અભિષેક અને શ્વેતા બચ્ચનમાં બરાબર વહેંચવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરીએ તો શ્વેતા પણ પોતાના પતિ નિખીલ નંદા (Nikhil Nanda)થી દૂર પિયરમાં એટલે જલસા બંગલામાં રહે છે.

હવે પરણિત નણંદ પોતાના પિયરમાં જ રહે એ તો કઈ ભાભી ગમે, આવું જ કંઈ ઐશ્વર્યા સાથે પણ થયું. ઐશ્વર્યાને શ્વેતાનું પિયરમાં રહેવું ખાસ કંઈ પસંદ નથી. આ બધા વચ્ચે ગયા વર્ષે જ બિગ બીએ પોતાનો બંગલો પ્રતિક્ષા પણ દીકરી શ્વેતાને ભેટમાં આપી દીધો હતો અને અહીંથી જ બધી મોકાણની શરૂઆત થઈ. ઐશ્વર્યાને સસરા અમિતાભનું આ પગલું ખાસ કંઈ પસંદ નહીં આવ્યું અને એટલે જ તેણે પોતાનું સાસરું છોડીને પિયર જવાનું પસંદ કર્યું હતું.

અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના લગ્ન સહિતની અત્યાર સુધીની અનેક ઈવેન્ટ્સ, પાર્ટીમાં બચ્ચન પરિવાર અને ઐશ્વર્યા અલગ અલગ જ જોવા મળ્યા હતા. આ તમામ ઘટનાઓને કારણે ઐશ્વર્યા અને અભિષેકના છુટાછેડાની અફવાઓનું બજાર એકદમ ગરમ છે. આ બધી બાબતોને ધ્યાનમાં લઈને અનેક રિપોર્ટ્સમાં એવો દાવો કરાઈ રહ્યો છે કે શ્વેતા બચ્ચન જ બચ્ચન પરિવારમાં પડેલાં ભંગાણનું કારણ છે. એટલું જ નહીં પણ શ્વેતાને કારણે જ ઐશ્વર્યાએ પોતાના સાસુ-સસરા સાથે પણ વાતતીચ કરવાનું બંધ કરી દીધું છે.

Aishwarya Rai-Bachchan family dynamics
(MensXP)

અત્રે ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા અને શ્વેતાએ અનેક વખત મીડિયા સામે સાથે પોઝ આપ્યા છે, પણ એ દરમિયાન પણ બંનેના સંબંધોમાં કશુંક અબ્નોર્મલ હોવાનું જ જોવા મળતું હતું. જોકે, આ બધા તો રિપોર્ટ્સ જ છે, સચ્ચાઈ શું છે એ તો બચ્ચન પરિવાર અને ઐશ્વર્યાએ જ જણાવી શકે, ભાઈસાબ…

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ છે, પણ પાકિસ્તાનના રાષ્ટ્રીય ફૂલનું નામ સાંભળશો તો… ક્યારેક અંગ્રેજોની શાન ગણાતી હતી આ બ્રાન્ડ્સ, આજે એના પર છે ભારતીયોનું રાજ આ છે દુનિયાનું સૌથી અણગમતું શાક, તમને ખબર હતી કે? વહેલી સવારે બદામ આ રીતે ખાશો તો…