મનોરંજન

Aishwarya Rai-Bachchanના ઘરની પાર્ટીમાંથી જમાઈ Abhishek ગાયબ, યુઝર્સે પૂછ્યું…

ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) છેલ્લાં કેટલાય સમયથી પોતાની પ્રોફેશનલ લાઈફ નહીં પણ પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે છે. અભિષેક બચ્ચન (Abhishek Bachchan) સાથેના ઐશ્વર્યાના સંબંધોમાં તિરાડ પડી ગઈ છે અને બંનેના ડિવોર્સની અફવાઓ ઊડી રહી છે એની વચ્ચે જ સોશિયલ મીડિયા પર એક ફોટો વાઈરલ થઈ રહ્યો છે, જેને કારણે ફરી એક વખત આ અટકળો વધારે તેજ થઈ ગઈ છે.

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો આ ફોટો ઐશ્વર્યાના પરિવારમાં હાલમાં જ યોજાયેલી પાર્ટીનો છે અને જોવાની વાત એ છે કે આ ફેમિલી ફોટોમાંથી પરિવારનો એકનો એક જમાઈ એટલે કે અભિષેક ગાયબ છે. આ જોઈને બંને વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું એ વાત તો કન્ફર્મ થઈ ગઈ છે. આ પહેલાં બિગ બીના બર્થડે વિશના વીડિયો મેસેજમાં ઐશ્વર્યાની ગેરહાજરીએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

મળી રહેલી માહિતી પ્રમાણે ઐશ્વર્યા રાય-બચ્ચન, માતા વૃંદા રાય અને દીકરી આરાધ્યા બચ્ચન સાથે એક પ્રાઈવેટ બર્થડે પાર્ટીમાં જોવા મળી હતી, પરંતુ આ બર્થડે પાર્ટીમાંથી અભિષેક બચ્ચન ગાયબ હતો, જેને કારણે ફરી એક વખત બંનેના ડિવોર્સની વાતો સામે આવી રહી છે. આ ફોટોમાં ઐશ્વર્યા સાથે પરિવારના મોટાભાગના સભ્યો જોવા મળી રહ્યા છે, પણ અભિષેકની ગેરહાજરી લોકોને ઉડીને આંખે વળગી હતી. આ ફોટોમાં આરાધ્યા પોતાની સ્કુલની જર્સીમાં જોવા મળી રહી છે.

આ પણ વાંચો : કેટલી હોય છે એક Rolls Royceની કિંમત? જેમાં ફરવા નીકળ્યો છે અંબાણી પરિવાર…

સોશિયલ મીડિયા પર આ ફોટો ઐશ્વર્યાના કઝિન ભાઈએ શેર કર્યો જેની બર્થડે પાર્ટીમાં ઐશ્વર્યા પહોંચી હતી. આ ફોટો શેર કરીને ઐશ્વર્યાના ભાઈએ પોતાના મિત્રો અને ફોલોવર્સને બર્થડે વિશ કરવા માટે આભાર માન્યો છે. યુઝર્સ આ ફોટો પર જાત જાતની કમેન્ટ્સ કરી રહ્યા છે. કેટલાક લોકોને એક્ટ્રેસના સિંપલ લૂક અને પરિવારના લૂક પર પ્રતિક્રિયા આપી છે. કેટલાક યુઝર્સે અભિષેકની ગેરહાજરી પર સવાલ ઉઠાવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાક મહિનાઓથી ઈન્ડસ્ટ્રીમાં ઐશ્વર્યા અને અભિષેકના ડિવોર્સની ચર્ચા ચાલી રહી છે, પરંતુ કપલે આ વિશે કંઈ પણ નિવેદન આપ્યું નથી. જુલાઈમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં અલગ અલગ એન્ટ્રી લીધા બાદથી તો આ અફવાઓ વધારે તેજ થઈ ગઈ છે. જોઈએ હવે બંનેમાંથી કોઈ મગનું નામ મરી પાડે છે કે નહીં?

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button