જ્યારે સોનિયા ગાંધીને મળી હતી મિસ વલ્ડ ઐશ્વર્યા રાય .. વાયરલ થઈ રહ્યો છે આ વીડિયો

વર્ષ 1994માં ઐશ્વર્યા મિસ વર્લ્ડનો ખિતાબ જીતી હતી, અને ભારતની સૌથી લોકપ્રિય અને પ્રભાવશાળી હસ્તીઓમાંની એક તરીકે જાણીતી થઈ હતી. ઐશ્વાર્યા (AISHWARYA RAI ) આજે પણ પોતાની સુંદરતાને કારણે જાણીતી છે . સાઉથ આફ્રીકાથી પરત ફરી ત્યારે ઐશ્વર્યાનું એરપોર્ટ પર ગ્રાન્ડ વેલકમ કરવામાં આવ્યું હતું.
તાજેતરમાં ઐશ્વર્યાની આ વેલકમ ક્લિપ ખૂબ વાયરલ થઈ રહી છે ત્યારબાદ ઐશ્વર્યાએ કોંગ્રેસ લીડર (CONGRESS LEADER) સોનિયા ગાંધી સાથે પણ મુલાકાત કરી હતી. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એરપોર્ટ પર એશનું સ્વાગત કરવામાં આવે છે. લોકોએ તાળીના ગળગળાટ અને પુષ્પગુચ્છ સાથે તેનું સ્વાગત કર્યું હતું. આ વીડિયોમાં જોઈ શકાય છે કે મિસ વર્લ્ડે વાદળી કલરનો ડ્રેસ પહેર્યો છે અને તેણે સોનિયા ગાંધી (SONIYA GANDHI) સાથે મુલાકાત પણ કરી હતી.
Also read: સોનિયા ગાંધી રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયાં
પ્રેસિડેંટ સાથે કરી મુલાકાત
ઐશ્વર્યા માત્ર સોનિયા ગાંધી જ નહીં પરંતુ તત્કાલીન રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્માની પણ મુલાકાત લીધી હતી. એશની સાથે તેના માતા-પિતા પણ રાષ્ટ્રપતિને મળ્યા હતા. વીડિયોમાં તે સોનિયા ગાંધી અને રાષ્ટ્રપતિને ફૂલ આપતી દેખાઈ રહી છે. તે હાથ જોડીને બધાને મળી હોવાનું પણ દેખાય છે.
વીડિયો થઈ રહ્યો છે વાયરલ
આ વીડિયો વાયરલ થયા બાદ ચાહકો ઐશ્વર્યાની સુંદરતાના વખાણ કરતા થાક્યા નથી, કેટલાક તેની ચમકતી આંખોના વખાણ કરી રહ્યા છે તો કેટલાક તેની સાદગીના વખાણ કરી રહ્યા છે.જ્યારથી તેણે મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો છે ત્યારથી તેની લોકપ્રિયતા વધી રહી છે. ઐશ્વયાની એક ઝલક જોવા માટે લોકો કલાકો સુધી લાઈનોમાં ઉભા રહેતા હતા. તેની ફિલ્મોના લૂકના આજે પણ વખાણ થાય છે. તે છેલ્લી વખત પોનીયિન સેલ્વન 2માં જોવા મળી હતી.
જોકે હાલમાં તે પતિ અભિષેક સાથેના સંબંધો મામલે વધારે ચર્ચામાં રહે છે.