દિવાળી પાર્ટીમાં સામસામે આવ્યા ઐશ્વર્યા અને સલમાન અને…

મુંબઈઃ મુંબઈમાં દિવાળીની ઊજવણી જોરશોરથી થઈ રહી છે અને એમાં પણ જ્યારે બી-ટાઉનની દિવાલી પાર્ટીની વાત હોય તો તો પૂછવું જ શું? હાલમાં બી-ટાઉનમાં આવી જ એક દિવાલી પાર્ટી યોજાઈ હતી અને આ પાર્ટીમાં કંઈક એવું બન્યું કે જેની તરફ બધાનું ધ્યાન ખેંચાયું હતું. આવો જોઈએ આખરે એવું તે શું બન્યું હતું એ વાત જાણે એમ છે કે બી-ટાઉનની એક દિવાલી પાર્ટીમાં ઐશ્વર્યા રાય બચ્ચન અને સલમાન ખાન સામસામે ટકરાઈ ગયા હતા અને લોકોનું ધ્યાન એ તરફ હતું કે શું થશે થશે પણ એવું કંઈ ખાસ બન્યું નહીં અને બંને જણ વચ્ચે એક પણ વાક્યની આપ-લે નહીં થઈ. આ પાર્ટી ઈન્ડસ્ટ્રીના ફેમસ ડિઝાઈનર મનિષ મલ્હોત્રા દ્વારા હોસ્ટ કરવામાં આવી હતી.
મનિષ મલ્હોત્રાની આ દિવાલી પાર્ટીમાં ઐશ્વર્યા ડાર્ક રેડ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી અને તેનો આ ટ્રેડિશનલ લૂક સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થયો હતો. સલમાન અને ઐશ્વર્યા સામસામે આવે ત્યારે લોકોનું ધ્યાન એટલે ખાસ ખેંચાય કારણ કે એક સમયે બંને વચ્ચે અફેર હતું અને ઈન્ડસ્ટ્રીમાં આ અફેર ખૂબ જ ગાજ્યું હતું.
ડિરેક્ટર સંજય લીલા ભણશાલીની ફિલ્મ ‘હમ દિલ દે ચુકે સનમ’ના સેટ પરથી આ લવસ્ટોરીની શરૂઆત થઈ હતી. જોકે, બાદમાં આ રિલેશનશિપ વર્કઆઉટ નહીં થતાં ઐશ્વર્યાએ બ્રેકઅપ કરી લીધું હતું અને એ વખતે સંજય લીલા ભણશાલીની જ ફિલ્મ ‘દેવદાસ’નું શૂટિંગ ચાલી રહ્યું હતું. આ ફિલ્મમાં ઐશ્વર્યા અને માધુરી દિક્ષીતે ચંદ્રમુખી અને પારોની ભૂમિકા ભજવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રેમસંબંધનો અંત આવ્યા બાદ સલમાને આજ સુધી લગન નથી કર્યા જ્યારે ઐશ્ચર્યા બચ્ચન ખાનદાનની બહુ બનીને તેની લાઈફમાં સેટલ છે. આટલા વર્ષો બાદ આજે પણ સોશિયલ મીડિયા પર સલમાન અને ઐશ્વર્યાના એક સાથે પાર્ટીમાં ટકરાઈ જવાના સમાચારે ફરી લોકોને ચર્ચા કરવાનો મોકો આપ્યો હતો.
નેટિઝન્સ આ ઘટના બંને જણે ભૂતકાળને ભૂલીને એક સાથે ફિલ્મમાં કામ કરે એવી ઈચ્છા પ્રગટ કરી હતી. એક યુઝરે આ પોસ્ટ પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે જો અક્ષય કુમાર અને રવિના ટંડન વર્ષો પછી સાથે કામ કરી શકતાં હોય તો સલમાન અને ઐશ્વર્યા કેમ નહીં? જોઈએ હવે ફેન્સની આ ઈચ્છા ક્યારે પૂરી થાય છે અને ક્યારે નહીં…