Amitabh Bachchan ને આ ખાસ નામે બોલાવે છે Aishwarya Rai… મુંબઈ સમાચાર

Amitabh Bachchan ને આ ખાસ નામે બોલાવે છે Aishwarya Rai…

બોલીવૂડના મોસ્ટ પાવરફૂલ અને પ્રેસ્ટિજિયસ ફેમિલી એટલે બચ્ચન પરિવાર. પરંતુ આ બચ્ચન પરિવાર છેલ્લા કેટલાક દિવસથી ઘરમાં ચાલી રહેલી ગડમથલને કારણે ખૂબ જ ચર્ચામાં આવી રહ્યો છે. આ બધા વચ્ચે ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) સાસરિયાઓ સાથેના સંબંધ હંમેશાથી ટોક ઓફ ધ ટાઉન રહ્યો છે. આજે ભલે બચ્ચન પરિવારની બહુના સંબંધ સાસરિયાઓ સાથેના ખાટા થઈ ગયા હોય, પરંતુ હંમેશાથી આવું નહોતું. આ વાતનો અંદાજો ઐશ્વર્યા અને અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ના બોન્ડને જોઈને આવે છે. શું તમને ખબર છે કે ઐશ્વર્યા પોતાના સસરા અમિતાભને શું કહીને બોલાવે છે? ચાલો તમને જણાવીએ-

આ પણ વાંચો : બોલિવૂડ અભિનેત્રીનો થયો ભયંકર અકસ્માત, સોશિયલ મીડિયા પર આપી જાણકારી

ઐશ્વર્યા રાય-બચ્ચન સસરા અમિતાભ બચ્ચન સાથે ખૂબ જ સારો બોન્ડ શેર કરે છે અને બિગ બીએ પણ ઐશ્વર્યાને વહુ તરીકે નહીં પણ દીકરી તરીકે જ સપોર્ટ કરી છે. લગ્ન પહેલાં પણ ઐશ્વર્યા અને બિગ બીએ સાથે કામ કર્યું છે એ સમયે પણ તેમના સંબંધો ખૂબ જ સારા હતા. બંને વચ્ચે હસી-મજાક અને પ્રેમાળ સંબંધ રહ્યો છે.

ઐશ્વર્યાએ બિગ બીને હંમેશા પા કહીને જ સંબંધો છે. જાહેરમાં પણ ઐશ્વર્યાના એવા અનેક વીડિયો જોવા મળશે, જેમાં તે બિગ બીને પા કહીને બોલાવે છે. આ સિવાય અનેક પોસ્ટમાં પણ ઐશ્વર્યાએ બિગ બીનો ઉલ્લેખ પા તરીકે કર્યો છે. ટૂંકમાં ઐશ્વર્યાએ અને અમિતાભ વચ્ચે એક સસરા અને વહુનો નહીં પણ એક બાપ-દીકરી વચ્ચે હોય એવો સંબંધ છે.

બીજા બાજું સાસુ જયા બચ્ચે અને નણંદ શ્વેતા બચ્ચન સાથેના સંબંધોની વાત કરીએ તો અનેક રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે જેમાં ઐશ્વર્યાના સાસુ અને નણંદ સાથેના સંબંધોમાં તિરાડ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેની સામે સસરા અમિતાભ બચ્ચને હંમેશા ઐશ્વર્યાને ટેકો આપ્યો છે, અને એની સાથે કદમથી કદમ મિલાવીને ચાલવાનો પ્રયાસ કર્યો છે.

આ પણ વાંચો : અમદવાદના કોન્સર્ટ દરમિયાન દિલજીતે રાજ્ય સરકારોને પડકાર ફેંક્યો, કહ્યું ‘માત્ર એક દિવસ માટે…’

જોકે, સમય સાથે હવે ઘણું બદલાયું છે. એક સમયનો સસરા-વહુના મીઠા સંબંધને કોઈની નજર લાગી ગઈ હોય એમ બચ્ચન પરિવારમાં ફૂટ પડી ગઈ છે. ઐશ્વર્યા અને અભિષેકના લગ્નજીવનમાં ભંગાણ પડ્યું હોવાનો દાવો કરતાં રિપોર્ટ્સ દરરોજ સામે આવે છે. પરંતુ આ દાવામાં કેટલી સચ્ચાઈ છે એ તો ઐશ્વર્યા અને અભિષેક જ જણાવી શકે.

સંબંધિત લેખો

Back to top button