Aishwarya Rai-Bachchan-Abhishek Bachchanએ ઉડાડી દીધી છે આ સાત જણની ઊંઘ…

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચન (Aishwarya Rai-Bachchan And Abhishek Bachchan)ના વણસેલા સંબંધોની ચર્ચા એકદમ જોરશોરથી ચાલી રહી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન (Anant Ambani-Radhika Merchant Wedding)માં પણ બચ્ચન પરિવાર અને ઐશ્વર્યા રાય-બચ્ચનએ દીકરી આરાધ્ય બચ્ચન સાથે એન્ટ્રી લેતાં જ જાત જાતની વાતો થઈ રહી છે. પેપ્ઝને પણ બચ્ચન પરિવારે અને ઐશ્વર્યાએ અલગ અલગ પોઝ આપતા હવે એવા ક્યાસ લગાવવામાં આવી રહ્યા છે કે ઐશ્વર્યા અને આભિષેકના સંબંધમાં ચોક્કસ જ તિરાડ પડી ગઈ છે. આવા સમાચાર અને રિપોર્ટ્સમાં કરાઈ રહેલાં અલગ અલગ દાવાઓને કારણે પરિવારના અનેક લોકોની ઊંઘ હરામ થઈ ગયા છે. આવો જોઈએ શું છે આખો માંઝરો-

અભિષેક બચ્ચનઃ
ઐશ્વર્યા રાય બચ્ચન સાથેના સંબંધો વણસતાં સૌથી પહેલાં કોઈની ઊંઘ હરામ થઈ હોય તો તે છે અભિષેક બચ્ચન. અભિષેક બચ્ચન અનંત-રાધિકાના લગ્ન પત્ની ઐશ્વર્યાથી અલગ પહોંચતાં લોકોને એ વાતની ખાતરી તો થઈ ગઈ છે કે બંને વચ્ચે કંઈક તો ઠીક નથી.

અમિતાભ બચ્ચનઃ
આગળ વધીએ અને વાત કરીએ પરિવારના વડીલ સભ્ય અમિતાભ બચ્ચનની. દીકરા અભિષેક અને વહુ ઐશ્વર્યાના વણસી રહેલાં સંબંધોને કારણે સિનિયર બચ્ચનની મુશ્કેલીઓ વધી રહી છે. આ સમાચારને કારણે બિગ બી ખૂબ જ ચિંતિત છે એવું કહેવાઈ રહ્યું છે.

જયા બચ્ચનઃ
ઐશ્વર્યા અને અભિષેકના છુટાછેડાના સમાચારે જયા બચ્ચનની દુનિયા પણ હચમચી ગઈ છે. જોકે, હજી સુધી આ સમાચારમાં કેટલી સચ્ચાઈ છે એ નથી જાણી શકાયું.

આરાધ્યા બચ્ચનઃ
આરાધ્યા બચ્ચન પણમ મમ્મી ઐશ્વર્યા રાય બચ્ચન અને પપ્પા અભિષેક બચ્ચનના બગડી રહેલાં સંબંધોને કારણેન નાનકડી આરાધ્યા પણ પરેશાન છે. દીકરીને પણ સમજાઈ નથી રહ્યું કે આખરે તેના મમ્મી-પપ્પા વચ્ચે આ શું ચાલી રહ્યું છે.

શ્વેતા બચ્ચનઃ
શ્વેતા બચ્ચન અને જયા બચ્ચનને અભિ-ઐશના સંબંધોમાં આવેલી તિરાડનું કારણ માનવામાં આવે છે. પરંતુ રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભાઈનો તૂટી રહેલો પરિવાર જોઈને બહેન શ્વેતા પણ ચિંતિત છે.

નવ્યા નંદા નવેલીઃ
શ્વેતા બચ્ચનની લાડકવાયી નવ્યા નંદા નવેલી મામા અભિષેક અને મામી ઐશ્વર્યા રાય બચ્ચનની ખૂબ જ નજીક હોવાનું કહેવાય છે. પરંતુ મામા-મામી વચ્ચે પડેલા ભંગાણને કારણે નવ્યા પણ થોડી ઘણી સ્ટ્રેસ જોવા મળી રહી છે.

રેખાઃ
લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ એટલે રેખા આમ તો બચ્ચન પરિવારના ઓફિશિયલ મેમ્બર તો નથી, પણ બિગ બી સાથેના તેમના સંબંધોને કારણે લોકો હંમેશા રેખાને બચ્ચન પરિવાર સાથે જોવામાં આવે છે. ઐશ્વર્યા રાય બચ્ચન અને રેખા એકબીજાની નજીક છે અને રેખા પણ ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે પડેલા ભંગાણને કારણે રેખા પણ હેરાન છે કે આખરે બંને વચ્ચે કયા કારણસર ભંગાણ પડ્યું છે?