Aishwarya Rai Bachchanએ કેમ કહ્યું મારી દીકરી દાળ-ભાત જ ખાય છે…

ઐશ્વર્યા રાય-બચ્ચન અવારનવાર બચ્ચન પરિવાર સાથેના સંબંધોને કારણે લાઈમલાઈટમાં આવતી હોય છે. છેલ્લાં કેટલાક સમયથી ઐશ્વર્યા પોતાના સાસરે નહીં પણ માતા સાથે રહેતી હોવાને કારણે બચ્ચન પરિવારમાં કંઈક ઠીક નથી ચાલી રહ્યું એવી ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ હવે ઐશ્વર્યા રાય બચ્ચન પોતાના એક નિવેદનને કારણે પણ ચર્ચામાં આવી છે. આ નિવેદન ઐશ્વર્યાએ પોતાની દીકરી આરાધ્યાને લઈને આપ્યું છે. આવો જોઈએ શું કહ્યું આરાધ્યા વિશે ઐશ્વર્યાએ…
ઐશ્વર્યા રાય દીકરી આરાધ્યા સાથે સ્પેશિયલ બોન્ડ શેર કરે છે અને ઐશ્વર્યા જ્યાં જાય ત્યાં ત્યાં પોતાની દીકરી આરાધ્યાને લઈને જાય છે. ઐશ્વર્યાએ પોતાની દીકરી આરાધ્યાને લઈને એક ઈન્ટરવ્યુ આપ્યો છે જેમાં તેણે જણાવ્યું હતું કે મારી દીકરી દાળ-ભાત જ ખાય છે.
આ પણ વાંચો : Cannes 2024: કંઇક આ રીતે માતા ઐશ્વર્યાની વહારે આવી દીકરી આરાધ્યા….
આ ઈન્ટરવ્યુ 2013માં આપ્યો છે. આ ઈન્ટરવ્યુમાં ઐશ્વર્યા એકલી નહીં પણ તેની સાથે અભિષેક બચ્ચન પણ જોવા મળી રહ્યો છે. આ ઈન્ટરવ્યુમાં બંનેને ખાણીપીણી સંબંધિત સવાલો પૂછવામાં આવ્યા હતા જેમાં ઐશ્વર્યાએ જણાવ્યું હતું કે તેને અને અભિષેક બંનેને ઈન્ડિયન ફૂડ જ પસંદ છે અને એમાં પણ તેઓ ઘરમાં બનાવેલું ભોજન જ ખાવાનું વધારે પસંદ કરે છે.
આ ઈન્ટરવ્યુમાં ઐશ્વર્યાએ આગળ એવું પણ કહ્યું હતું કે અમને ઘરનું રાંધેલું ખાવાનું જ પસંદ છે અને અમે થાઈ, મેક્સિકન કે ઈટાલિયન ફૂડ ટ્રાય કરવાનું નથી પસંદ કરતાં. અમારી દીકરી પણ એ જ ખાય છે. જો અમારે કોઈ ઈવેન્ટમાં જવાનું હોય તો હું સૌથી પહેલાં આરાધ્યા માટે દૂધ તૈયાર રાખું છું અને આ સાથે સાથે જ તેને દાળ-ભાત ખાવાનું પણ ગમે છે.