મનોરંજન

ઐશ્વર્યાને કોપી કરવાનું ભારે પડ્યું બચ્ચન પરિવારની આ ફિમેલ મેમ્બરને

છેલ્લાં કેટલાક સમયથી ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચનને લઈને જાત જાતની વાતો સામે આવતી રહી છે. પહેલાં તો બંને વચ્ચે તાણ અને ડિવોર્સની વાતો સામે આવતી હોય છે. આ બધા વચ્ચે બંને જણ છેલ્લાં કેટલાક સમયથી ફરી સાથે જોવા મળી રહ્યા છે અને એને કારણે બંને વચ્ચે બધુ બરાબર છે એવો મેસેજ ફેન્સને મળી રહ્યો છે.

હાલમાં જ કપલ પુણેમાં એક ફેમિલી વેડિંગમાં સાથે જોવા મળ્યું હતું. આ સમયે દીકરી આરાધ્યા પણ એન સાથે જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર આ વેડિંગ ફંક્શનના ફોટો અને વીડિયો વાઈરલ થઈ રહ્યા છે. આ ફોટોમાં લોકોની નજર આરાધ્યા પર ટકી ગઈ હતી. આવો જોઈએ શું છે આરાધ્યાની વાતમાં ખાસ…

આપણ વાંચો: ડિવોર્સની વચ્ચે ઐશ્વર્યા રાય-બચ્ચન વિશે આ શું કહ્યું Abhishek Bachchanએ?

સોશિયલ મીડિયા પર આવેલા વીડિયો અને ફોટોમાં આરાધ્યા અને ઐશ્વર્યા અલગ અલગ લૂકમાં જોવા મળે છે. દરેક ઈવેન્ટ માટે બંનેએ મિક્સ મેચિંગ કરીને કપડાં પહેર્યાં હતા. એટલું જ નહીં પણ બંનેનું મેકઅપ અને હેરસ્ટાઈલ પણ એક જેવા જ હતા.

આરાધ્યાએ પોતાની માતાના રંગમાં ઢળવાનો પૂરતો પ્રયાસ કર્યો. આરાધ્યા મમ્મીની જેમ જ હસવાનો, બોલવાનો અને ઊભા રહેવાનો પ્રયાસ કરી રહી હતી અને બસ યુઝર્સને આ વાત જ ખાસ પસંદ નહીં આવી અને તેમણે કમેન્ટ સેક્શનમાં આ વાત હાઈલાઈટ કરી હતી.

આપણ વાંચો: ઐશ્વર્યા રાય-બચ્ચન નહીં આ મહિલાએ અભિષેક પર કર્યો કિસનો વરસાદ… વીડિયો થયો વાઈરલ…

સોશિયલ મીડિયા પર યુઝર્સ આરાધ્યાના આ લૂક માટે તેના વખાણ કરી રહ્યા હતા તો કેટલાક લોકોએ તેને મમ્મીને કોપી કરવા માટે ટ્રોલ પર કરી હતી. એક યુઝરે આ વાઈરલ ફોટો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે આ પોતાની ડોક કેમ સીધી નહીં રાખતી, મમ્મીની નકર કરે છે.

બીજા એક યુઝરે લખ્યું હતું કે દરેક ફોટોમાં આરાધ્યાની ગરદન જ વાંકી છે. બીજા એક યુઝરે લખ્યું હતું કે આ અત્યારથી જ એની મમ્મી જેવી દેખાવવા માંગે છે, એટલે જ પોઝ પણ કોપી કરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આરાધ્યા હજી 13 વર્ષની જ છે અને તે હાલમાં પોતાની સ્ટડી પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તે અવારનવાર ઐશ્વર્યા રાય-બચ્ચન સાથે સ્પોટ થતી રહી છે. આરાધ્યાની ગણતરી સૌથી વધુ ફેમસ સ્ટારકિડ્સમાં કરવામાં આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button