Aishwarya Rai-Bachchanએ કો-એક્ટર સાથે આપ્યા એવા બોલ્ડ પોઝ કે…

બોલીવૂડની બ્યુટીફૂલ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) હાલમાં પોતાની પર્સનલ લાઈફને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. પરંતુ આજે આપણે અહીં વાત કરીશું ઐશ્વર્યાની એક એવી ફિલ્મ વિશે કે જેમાં તેણે બોલીવૂડના ચોકલેટી બોય રણબીર કપૂર (Ranbir Kapoor) સાથે એવા સીન આપ્યા હતા જે જોઈને બચ્ચન પરિવારની આંકો પહોળી થઈ ગઈ હતી.
મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરીએ તો ઐશ્વર્યા-રણબીરના ઈન્ટિમેટ સીન જોઈને અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) ખાસ્સા એવા નારાજ થયા હતા. આવો જોઈએ કઈ હતી આ ફિલ્મ અને શું હતું ખાસ હતું આ સીનમાં…
આપણ વાંચો: ઐશ્વર્યા રાય-બચ્ચન નહીં આ મહિલાએ અભિષેક પર કર્યો કિસનો વરસાદ… વીડિયો થયો વાઈરલ…
વાત જાણે એમ છે કે અમે અહીં જે ફિલ્મની વાત કરી રહ્યા છીએ એ છે અય દિલ હૈ મુશ્કિલ… કરણ જોહરની આ ફિલ્મમાં ઐશ્વર્યા અને રણબીર કપૂરે પહેલી જ વખત સ્ક્રીન શેર કરી હતી. ફેન્સને રણબીર-ઐશ્વર્યાની જોડી ખૂબ જ પસંદ આવી હતી. આ જ ફિલ્મમાં ઐશ્વર્યા અને રણબીર વચ્ચે ગરમા ગરમ સીન જોવા મળ્યા હતા.
આ ફિલ્મમાં ઐશ્વર્યા અને રણબીરે ખૂબ જ બોલ્ડ અને રોમેન્ટિક સીન આપ્યા હતા અને આ સીન જોઈને બચ્ચન પરિવારે આપેલું રિએક્શન ખૂબ જ વાઈરલ થઈ રહ્યું છે. ઐશ્વર્યાના આ સીન જોઈને અમિતાભ બચ્ચન ખૂબ જ ગુસ્સે ભરાયા હતા. એટલું જ નહીં પણ અમુક રિપોર્ટ્સમાં એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે બિગ બીએ આ ફિલ્મમાંથી કેટલાક સીન્સ ડિલીટ પણ કરાવ્યા હતા.
એટલું જ નહીં આ ફિલ્મને સક્સેસ મળ્યા બાદ રણબીર કપૂર અને ઐશ્વર્યા રાયે બોલ્ડ અંદાજમાં ફોટોશૂટ પણ કરાવ્યું હતું જે પણ ખૂબ જ વાઈરલ થયું હતું. મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરીએ તો જ્યારે અભિષેક બચ્ચન (Abhishek Bachchan) એ પત્ની ઐશ્વર્યાથી ખૂબ જ નારાજ થયા હતા. લોકોએ ઐશ્વર્યાને સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ કરી હતી.
પણ એનાથી ઐશ્વર્યાને ખાસ કોઈ ફરક પડ્યો હોય એવું લાગ્યું નહોતું. આ ફિલ્મ એ સમયની સુપરહિટ ફિલ્મ સાબિત થઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાક સમયથી ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચન વચ્ચે કંઈ પણ ઠીક નથી ચાલી રહ્યું. બંને જણ ડિવોર્સ લઈ રહ્યા હોવાનો દાવો પણ અનેક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે, પણ બંને જણે આ વિશે ખુલીને કંઈ પણ કહ્યું નથી. ઐશ્વર્યા અને અભિષેક બંને જણ સાથે દેખાવવાનું ટાળી રહ્યા છે.