Aishwarya Rai And Abhishek Bachchanએ સાથે મળીને લીધો મહત્વનો નિર્ણય, દીકરી આરાધ્યા…

Aishwarya Rai Bachchan- Abhishek Bachchan તેમ જ બચ્ચન પરિવાર વચ્ચે છેલ્લાં કેટલાક સમયથી બધું બરાબર નથી ચાલી રહ્યું એવી ચર્ચા ચાલી રહી હતી. પણ હાલમાં જ હોળીના દિવસે આખો બચ્ચન પરિવાર સાથે જોવા મળતા આ બધી ચર્ચાઓ પર ફરી એક વખત પૂર્ણવિરામ તો નહીં પણ અલ્પવિરામ ચોક્ક્સ મુકાયું છે.
આ બધા વચ્ચે Aishwarya Rai Bachchan અને આ Bachchanએ સાથે મળીને દીકરી Aaradhya Bachchan માટે એક નિર્ણય લીધો છે જેને કારણે એવી શકયતા પણ વ્યક્ત કરાઈ રહી છે કે Aaradhyaને ખાતર પણ બંને જણ એક થઈ શકે છે. આવો જોઈએ Aish-Abhiએ પોતાની લાડકવાયી દીકરી આરાધ્યા માટે શું નિર્ણય લીધો છે…
Aaradhya Bachchan પરિવારની સાથે સાથે જ બધાની લાડકવાયી બની ગઈ છે અને વાત કરીએ ફેન ફોલોઈંગની તો તે ફેન ફોલોઈંગના મામલે મોટા મોટા સ્ટાર્સ સાથે કોમ્પિટિશન કરે છે. હાલમાં જ હોલી સેલિબ્રેશન કરી રહેલા આરાધ્યાના ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થયા હતા અને લોકોને એ ખૂબ પસંદ પણ આવ્યા હતા.
મળી રહેલી માહિતી પ્રમાણે આ વર્ષની હોળી આરાધ્યા માટે ખૂબ જ ખાસ હતી કારણ કે મમ્મી પપ્પાની લાડકવાયી દીકરી માટે બંનેએ સાથે મળીને એક નિર્ણય કર્યો છે. સૂત્રોની વાત પર વિશ્વાસ કરીએ તો ટૂંક સમયમાં જ આરાધ્યા વિદેશ જઈ શકે છે પોતાના આગળના અભ્યાસ માટે. હાલમાં આરાધ્યા ધીરૂભાઇ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં ભણી રહી છે.
ઐશ્વર્યાની હંમેશાથી એવી ઈચ્છા હતી કે તેની દીકરી આરાધ્યા માટે બધું જ ખાસ હોય અને આ જ કારણે અભિ અને ઐશે આ નિર્ણય લીધો હોવાનું કહેવાઈ રહ્યું છે. આરાધ્યા પોતાની ફર્ધર સ્ટડીઝ માટે લંડન કે ન્યૂ યોર્ક શિફ્ટ થઈ શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ વખતે ઐશ્વર્યાએ આરાધ્યા માટે સ્પેશિયલ હોલી પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં આરાધ્યાના મિત્રોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું.