મનોરંજન

ફરી સાથે દેખાયા Aishwarya Rai-Abhishek Bachchan, ફેન્સ થયા કન્ફ્યુઝ…

બોલીવૂડ એક્ટર અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) વચ્ચેના વણસેલા સંબંધો ઉજાગર કરતાં અહેવાલો તો અવારનવાર સામે આવી રહ્યા છે. પરંતુ હવે કપલના ફેન્સ ખુશીથી ઝૂમી ઉઠે એવા સમાચારો સામે આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર હવે ઐશ્વર્યા અને અભિષેકનો એક ફોટો વાઈરલ થઈ રહ્યો છે જે જોઈને ફેન્સ એકદમ ખુશ થઈ જશે. ચાલો જોઈએ શું છે ખાસ આ ફોટોમાં…

આ પણ વાંચો: સાથે દેખાયા Aishwarya Rai-Bachchan અને Jaya Bachchan, પછી જે થયું એ…

વાત જાણે એમ છે કે દીકરી આરાધ્યા બચ્ચનના એન્યુઅલ ડેના ફંક્શન બાદ કપલ ફરી એક વખત સાથે જોવા મળ્યું છે અને આ વખતે પ્રસંગ હતો આશુતોષ ગોવારીકરના દીકરાના લગ્ન. આશુતોષ ગોવારીકરના દીકરાના લગ્નમાં ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન સાથે જોવા મળ્યા હતા. કપલ આ સમયે સાથે ખૂબ જ ખુશ લાગી રહ્યું હતું. સોશિયલ મીડિયા પર અભિ-ઐશના આ ફોટો ખૂબ જ વાઈરલ થઈ રહ્યા છે અને યુઝર્સ તેના પર રિએક્શન પણ આપી રહ્યા છે. યુઝર્સ તો કપલની નજર પણ ઉતારી રહ્યા છે.

અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા વેડિંગ વેન્યુ પર ઈસ્કોન મંદિરના હરિનામ દાસને મળતા અને તેમની સાથે વાત કરતાં જોવા મળી રહ્યા છે. આ ફોટો ખુદ હરિનામ દાસે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યા છે.

ઐશ્વર્યા અને અભિષેક સાથેના ફોટો શેર કરતાં હરિનામ દાસે કેપ્શનમાં લખ્યું હતું કે બે સુંદર અને વિનમ્ર વ્યક્તિ ઐશ્વર્યા અને અભિષેક સાથે મુલાકાત કરી. બંને પણ સદાય કૃષ્ણની સદૈવ તેમના પર બની રહે.

આ પણ વાંચો: Viral Video: જાહેરમાં Aishwarya Rai-Bachchanએ કરી પતિ અભિષેક બચ્ચન સાથે એવી હરકત કે…

બીજા એક રિપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે આ લગ્નમાં અભિષેક બચ્ચનની સાથે જયા બચ્ચન પણ પહોંચ્યા હતા. પરંતુ ઐશ્વર્યાએ જયા બચ્ચન સાથે પોઝ આપવાનું ટાળ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા અને અભિષેકના ડિવોર્સની અફવાોથી બજાર ગરમ હતું. સોશિયલ મીડિયા પર પણ અવારનવાર બંનેના ડિવોર્સને લઈને જાત જાતની વાતો સામે આવતી રહે છે. આ જોઈને તેમના ફેન્સ પણ ખૂબ જ ચિંતામાં પડી ગયા હતા. પરંતુ આ બાબતે કપલે ઓફિશિયલી કોઈ સ્ટેટમેન્ટ નથી આપ્યું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button