Aishwarya Rai Bachchanના બીજા લગ્નને લઈને આ શું બોલ્યા Amitabh Bachchan? કહ્યું તે જે પણ ઘરે જશે ત્યાં…

હાલમાં બચ્ચન પરિવાર (Bachchan Family) પરિવારમાં થઈ રહેલાં વિખવાદને કારણે ખૂબ જ લાઈમલાઈટમાં રહે છે. આ બધા વચ્ચે હવે અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)એ વહુ ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai – Bachchan)ના બીજા લગ્નને લઈને ચોંકાવનારું નિવેદન આપ્યું છે. આવો જોઈએ શું કહ્યું બિગ બીએ?
વાત જાણે એમ છે કે ઐશ્વર્યાના અભિષેકના લગ્ન 2007માં થયા હતા. પરંતુ આ લગ્ન પહેલાં ઐશ્વર્યાના પીપળાના ઝાડ સાથે કરાવવામાં આવ્યા હતા. આ લગ્ન એટલા માટે કરવામાં આવ્યા હતા કારણ કે ઐશ્વર્યા માંગલિક હતી.
ખુદ બિગ બીએ એક ઇન્ટરવ્યુમાં આ વાતનો ખુલાસો કરતા જણાવ્યું હતું કે ઐશ્વર્યાના પીપળા સાથેના લગ્નની વાત તદ્દન પાયાવિહોણી છે. ઐશ્વર્યાના પીપળા સાથેના લગ્નને કારણે પરિવાર નારાજ હતો. ઐશ્વર્યાને લઈને આવી વાતો કરનારા કોણ છે, આ લોકો ઐશ્વર્યાનું ભવિષ્ય કેવું હશે, તે માંગલિક છે અને જે પણ ઘરમાં તે જશે ત્યાં એમના સાસરિયાઓ મરી જશે જેવી વાતો કરવામાં આવી હતી. ઐશ્વર્યા અમારા માટે અશુભ હશે. જે થશે એ જોયું જવાશે.
બિગ બીએ આગળ એવું પણ જણાવ્યું હતું કે આ સમયે લોકોએ એ ના વિચાર્યું કે ઐશ્વર્યા અને તેના પરિવાર તેમ જ અમારા પરિવાર પર શું વિચારી રહ્યા છીએ. મીડિયા માત્ર અનુમાન લગાવવામાં વ્યસ્ત રહી હતી.
આ પણ વાંચો : ગંભીર બીમારીથી પીડાઈ રહી છે Aishwarya Rai-Bachchan…
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનના ડિવોર્સના સમાચાર સામે આવી રહ્યા છે, પરંતુ બંનેમાંથી કોઈએ આ વિશે સ્પષ્ટતા કરી નથી. ઐશ્વર્યા પણ હાલમાં બચ્ચન પરિવારથી દુર દીકરી આરાધ્યા સાથે એકલી જોવા મળે છે. હાલમાં જ ઐશ્વર્યા અને આરાધ્યા સાથે પેરિસ ફેશન વીક તેમ જ દુબઈમાં યોજાયેલા આઈફા એવોર્ડ ફંકશનમાં હાજરી આપવા પહોંચી હતી.