Aishwarya Rai-Bachchan અને Abhishek Bachchanનો આ વીડિયો જોઈને જયા અને શ્વેતા તો… | મુંબઈ સમાચાર
મનોરંજન

Aishwarya Rai-Bachchan અને Abhishek Bachchanનો આ વીડિયો જોઈને જયા અને શ્વેતા તો…

બોલીવૂડની મોસ્ટ બ્યુટીફૂલ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan)ની સુંદરતાની તો આખી દુનિયા ફેન છે. પરંતુ છેલ્લાં કેટલાક સમયની વાત કરીએ તો ઐશ્વર્યા રાય-બચ્ચન પોતાની પ્રોફેશનલ લાઈફને કરતાં પણ પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં આવતી રહે છે. હવે સોશિયલ મીડિયા ઐશ્વર્યાનો એક અનસીન વીડિયો સામે આવી રહ્યો છે જેમાં એક્ટ્રેસ રેડ આઉટફિટમાં અભિષેક બચ્ચન (Abhishek Bachchan) સાથે જોવા મળી રહી છે. ચાલો જોઈએ શું છે આ વીડિયો પાછળની સચ્ચાઈ…

વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં જોવા મળે છે કે ઐશ્વર્યા રાય-બચ્ચન લાલ કલરના સૂટમાં હેવી ઝૂમખાં, અને સિલ્વર ટિકલીમાં જોવા મળી હતી. ટ્રેડિશનલ લૂકમાં ઐશ્વર્યા ખૂબ જ સુંદર લાગી રહી છે. ખાસ વાત તો એ છે કે આ વીડિયોમાં ઐશ્વર્યા પતિ અભિષેક બચ્ચન સાથે જોવા મળી રહી છે. અભિષેક અને ઐશ્વર્યા એકબીજા સાથે વાત કરી રહ્યા છે અને બંને જણ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.

વીડિયોમાં કપલ વચ્ચેની સ્ટ્રોન્ગ કેમેસ્ટ્રી જોઈને ફેન્સ અભિ-એશને પાવર કપલ કહી રહ્યા છે. યુઝર્સ એવો દાવો કરી રહ્યા છે આ વાઈરલ થઈ રહેલો વીડિયો કરવા ચોથનો છે. જોકે, આ બાબતે કોઈ ઓફિશિયલ ઈન્ફોર્મેશન અવેલેબલ નથી. ફેન્સ આ વીડિયો જોઈને ઐશ્વર્યાને ટાઈમલેસ બ્યુટીનો ટેગ આપ્યો છે. ઐશ્વર્યા અને અભિષેકની જોડીને ફેન્સ ખૂબ જ વખાણી રહ્યા છે.

હાલમાં જ અમદાવાદ ખાતે યોજાયેલા 70મા ફિલ્મફેર ફેસ્ટિવલમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યા બાદ આપેલી સ્પીચમાં અભિષેક બચ્ચને પત્ની ઐશ્વર્યા અને દીકરી આરાધ્યાનો આભાર માન્યો હતો. એટલું જ નહીં જુનિયર બચ્ચને પોતાની સ્પીચમાં પત્ની અને દીકરીના ત્યાગ અને સપોર્ટ વિના આ શક્ય ના થયું હોત એવું પણ કહ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચનના સંબંધોને લઈને છેલ્લાં કેટલાક સમયથી જાત જાતની વાતો સામે આવી રહી છે. અનેક રિપોર્ટમાં તો કપલ છૂટું પડી રહ્યું છે અને એકબીજાથી અલગ અલગ રહી રહ્યા હોવાના દાવા પણ કરવામાં આવ્યા છે. જોકે, ઐશ્વર્યા અને અભિષેક બંને જણ જ્યારે પણ મોકો મળે ત્યારે એકબીજાને સપોર્ટ કરીને લોકોના મોઢા બંધ કરી દેતાં હોય છે.

હવે ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે હકીકતમાં શું ખિચડી રંધાઈ રહી છે એ તો તેઓ જ જણાવી શકે, આપણે તો બસ ખાલી અટકળો લગાવી શકીએ…

આપણ વાંચો:  ભાગવત ચેપ્ટર-1 રાક્ષસઃ શરૂઆત દમદાર, પણ ફિલ્મ આગળ વધતા દમ નીકળી ગયો

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

સંબંધિત લેખો

Back to top button