મનોરંજન

Aishwarya Rai-Abhishek Bachchanના જીવનમાં થશે મોટી ઉથલપાથલ? જાણો કોણે કર્યો ચોંકાવનારો ખુલાસો…

અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan)નો સંબંધ લાંબા સમયથી ચર્ચામાં રહ્યો છે. અનેક રિપોર્ટ્સમાં તો એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે બંને જણ ડિવોર્સ લેવા જઈ રહ્યા છે. જોકે, કપલે આ બાબતે મગનું નામ મરી નથી પાડ્યું. પરંતુ હવે આ કપલને લઈને મહત્ત્વની માહિતી સામે આવી રહી છે.

આ માહિતી અનુસાર ઐશ્વર્યા અને અભિષેકના સંબંધો હજી વધુ વણસી શકે એમ છે અને જો ડિસેમ્બર સુધી બંને જણે પોતાનો સંબંધ બચાવી લેશે તો ઠીક બાકી ડિવોર્સ થવાના યોગ બની રહ્યા છે. ચાલો જોઈએ કોણે કર્યો છે આ ખુલાસો અને શું છે એનું કારણ-

આપણ વાંચો: ઐશ્વર્યા રાય-બચ્ચન નહીં આ મહિલાએ અભિષેક પર કર્યો કિસનો વરસાદ… વીડિયો થયો વાઈરલ…

ઐશ્વર્યા અને અભિષેકના લગ્ન 2011માં થયા હતા અને કપલને એક દીકરી પણ છે આરાધ્યા બચ્ચન. છેલ્લાં કેટલાક સમયથી ઐશ્વર્યા અને અભિષેકના લગ્નજીવનમાં કંઈ ઠીક નથી ચાલી રહ્યું અને અત્યાર સુધીમાં અનેક રિપોર્ટ્સમાં તો ત્યાં સુધી દાવો કરવામાં આવ્યો છે કે બંને જણ ડિવોર્સ લેવા જઈ રહ્યા છે, જેને કારણે ફેન્સ થોડા દુઃખી છે.

હવે એક પ્રસિદ્ધ મહિલા ટેરોકાર્ડ રીડરે ઐશ્વર્યા અને અભિષેકને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ ટેરોકાર્ડ રીડરે જણાવ્યું હતું કે સપ્ટેમ્બર, 2025 સુધીમાં ઐશ્વર્યા અને અભિષેકના જીવનમાં કંઈક મોટી ઉથલપાથલ જોવા મળી શકે છે.

ઐશ્વર્યા અને અભિષેક બંને જણ પોતાની મેરિડ લાઈફ બચાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ સપ્ટેમ્બર સુધીનો સમય કપલ માટે કપરો રહેવાનો છે.

આપણ વાંચો: ડિવોર્સની વચ્ચે ઐશ્વર્યા રાય-બચ્ચન વિશે આ શું કહ્યું Abhishek Bachchanએ?

ઐશ્વર્યા અને અભષેક સામાન્યપણે પોતાની પર્સનલ લાઈફ ડિસ્કસ નથી કરતાં અને જ્યારથી તેમણે લગ્ન કર્યા છે ત્યારથી તેમણે આ નિયમ બનાવ્યો છે. પરંતુ કપલ પણ પોતાનો સંબંધ બચાવવા માટે પૂરતો પ્રયાસ કરી રહ્યું છે. કપલને લઈને દરરોજ જાત-જાતની વાતો સામે આવતી હોય છે, પણ કપલે આ બાબતે મૌન સેવવાનું પસંદ કર્યું છે.

ટેરોકાર્ડ રીડરે એવો દાવો પણ કર્યો છે કે ગ્રહોની હિલચાલને કારણે ઐશ્વર્યા અને અભિષેકના જીવનમાં થોડી ઉથલપાથલ જોવા મળશે. જો બંને જણ આ સમય સંભાળી લેશે તો સપ્ટેમ્બર પછી ગ્રહ દશા બદલાશે અને તેમના સંબંધો સુધરી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડાક સમય પહેલાં અભિષેક બચ્ચનનું નામ નિમ્રત કૌર સાથે જોડાયું હતું. જોકે, સામાન્યપણે જુનિયર બચ્ચન આવા કોઈ વિવાદમાં ફસાતા નથી પણ નિમ્રત સાથેના અફેયરની ચર્ચા જોરશોરથી થઈ હતી.

અભિષેક અને ઐશ્વર્યાને એક પરી જેવી દીકરી છે નામે આરાધ્યા. આરાધ્યા માટે જ ઐશ્વર્યાએ પોતાનું ફિલ્મી કરિયર દાવ પર લગાવ્યું હતું. આરાધ્યા લાંબા સમયથી ફિલ્મોથી દૂર રહે છે અને દીકરીનું ધ્યાન રાથે છે. આશા રાખીએ કે ઐશ્વર્યા અને અભિષેક તમામ ખટરાગ ભુલાવીને સપ્ટેમ્બર બાદ પાછા એક થઈ જાય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button