હવે Amitabh Bachchanએ પણ માન્યું કે Aishwarya Rai પરિવારનો હિસ્સો નથી?!

ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચનના ડિવોર્સની અફવાઓ ઉડી રહી છે. દરરોજ બંનેને લઈને કોઈને કોઈ નવી વાતો સામે આવી રહી છે અને હવે કૌન બનેગા કરોડપતિ-16ના એક એપિસોડમાં અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)એ કંઈક એવું કર્યું હતું કે જેને કારણે લોકો એવી અટકળો લગાવી રહ્યા છે કે હવે તો સિનીયર બચ્ચને પણ ઓન કેમેરા એ વાત માની લીધી છે કે ઐશ્વર્યા હવે બચ્ચન પરિવારનો હિસ્સો રહી નથી. આવો જોઈએ આખરે એવું તે શું કર્યું બિગ બીએ-
વાત જાણે એમ છે 11મી ઓક્ટોબરના બિગ બીના જન્મદિવસે કેબીસીનો સ્પેશિયલ એપિસોડ દેખાડવામાં આવ્યો હતો. આ એપિસોડમાં આમિર ખાન અને તેનો દીકરો જુનૈદ ખાન કન્ટેસ્ટન્ટ બનીને પહોંચ્યા હતા. આખા એપિસોડમાં બિગ બીને સ્પેશિયલ ફિલ કરાવવા માટે કેટલાક ખાસ વીડિયો પ્લે કરવામાં આવ્યા. પરંતુ આ વીડિયોને જોઈને જ હવે અભિષેક ઐશ્વર્યાના લગ્નજીવનમાં પડેલાં ભંગાણને લઈને નવી વાત સામે આવી છે. આ વીડિયોને ધ્યાનથી જોષો તો તેમાં વહુ ઐશ્વર્યાને સંપૂર્ણપણે સાઈડલાઈન કરવામાં આવી છે.
આ એપિસોડમાં અભિષેક, શ્વેતા, નવ્યા અને અગત્સ્યએ બિગ બીના જન્મદિવસે આપેલી શુભેચ્છાના ખાસ વીડિયો દેખાડવામાં આવ્યા હતા. આરાધ્યાના પણ કેટલાક ફોટો આ વીડિયોમાં જોવા મળ્યા પણ લોકોનું ધ્યાન ઐશ્વર્યાની ગેરહાજરીએ ખેંચી લીધું ભાઈસાબ.
આ પણ વાંચો :અમિતાભ બચ્ચનને સુપરસ્ટાર કોણે બનાવ્યા? ‘શહેનશાહ’ના ટોપ ટેન સિક્રેટ્સ જાણો…
બસ હવે સોશિયલ મીડિયા પર એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે બચ્ચન પરિવારના બાકીના સદસ્યની જેમ હવે બિગ બીએ પણ વહુ કે જેને તેઓ એક સમયે પોતાની દીકરી ગણાવતા હતા તેનાથી દૂરી બનાવવાનું શરૂ કરી દીધો. જોકે, આ પહેલી વખત નથી કે બચ્ચન પરિવારમાં પડેલી દરારની આટલી મોટા પાયે ચર્ચા ચાલી રહી હોય. છેલ્લાં કેટલાક સમયથી બચ્ચન પરિવાર આ જ કારણે લાઈમલાઈટમાં રહે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બિગ બીના જન્મદિવસ પર મોડી રાતે ઐશ્વર્યાએ તેમના માટે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમને શુભેચ્છા આપી હતી. બિગ બીનો આરાધ્યા સાથેનો ફોટો શેર કરીને લખ્યું હેપ્પી બર્થડે પા-દાદાજી, ઈશ્વર તમારા પર સદાય આશિર્વાદ બનાવી રાખે.
બચ્ચન પરિવાર આ મુદ્દે ખાસ કંઈ બોલી નથી રહ્યો પણ એક વાત તો નક્કી છે કે પરિવારમાં ચોક્કસ જ કોઈ ખિચડી રંધાઈ રહી છે.