Aishwarya Rai-Bachchanની પાર્ટીમાં આ કારણે નહોતો ગયો Abhishek Bachchan?

ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan)હાલમાં ડિવોર્સના ન્યૂઝને કારણે સતત લાઈમલાઈટમાં રહે છે. છેલ્લાં કેટલાક સમયથી એવી ચર્ચા પણ થઈ રહી છે કે બંને જણ ટૂંક સમયમાં જ ડિવોર્સની જાહેરાત કરી શકે છે. ગઈકાલથી સોશિયલ મીડિયા પર ઐશ્વર્યાના ભાઈના બર્થડે પાર્ટીના ફોટો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં અભિષેક બચ્ચન ગેરહાજર હતો અને એને કારણે ફરી એક વખત બંનેના ડિવોર્સની વાતોએ જોર પકડ્યું હતું. પરંતુ હવે આખરે અભિષેકની ગેરહાજરીનું કારણ સામે આવી ગયું છે.
એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર અભિષેક બચ્ચન કેમ પોતાના સાળાની બર્થડે પાર્ટીમાંથી ગાયબ હતો. વાત જાણે એમ છે કે અભિષેક બચ્ચનના નાની એટલે ઈંદિરા ભાદુડીની તબિયત ખરાબ છે અને તે ભોપાલમાં પોતાની નાનીની સંભાળ રાખી રહ્યો છે. આ જ કારણે અભિષેક આ પાર્ટીમાંથી ગાયબ હતો.
અહીંયા તમારી જાણ માટે કે બચ્ચન પરિવાર હંમેશાથી પરિવારના મૂલ્યોને અને એકબીજાને સપોર્ટ કરવામાં વિશ્વાસ રાખે છે. આવી પરિસ્થિતિમાં અભિષેકે પણ પાર્ટીમાં જવાને બદલે બીમારી નાનીની સેવા કરવાને વધારે પ્રાધાન્ય આપ્યું એવું કહેવાઈ રહ્યું છે. ગઈકાલે તો અભિષેકની નાની અને જયા બચ્ચનની માતા ઈંદિરા ભાદુડીનું નિધન થયું હોવાના અહેવાલો પણ વહેતા થયા હતા, પરંતુ બાદમાં ખુલાસો કરવામાં આવ્યો હતો કે ઈંદિરા ભાદુડી ઠીક છે તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
આ પણ વાંચો : Abhishek Bachchan-Aishwarya Rai-Bachchanના ડિવોર્સ અંગે પહેલાં જ એક્ટ્રેસે કરી ભવિષ્યવાણી, કહ્યું…
ઐશ્વર્યા અને અભિષેક બચ્ચને 20મી એપ્રિલ, 2007માં લગ્ન કર્યા હતા અને એ સમયે એમના લગ્ન પણ ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા. સોશિયલ મીડિયા પર લગ્નના ફોટો અને વીડિયો વાઈરલ થયા હતા. હવે બંનેના સંબંધોમાં પડેલું ભંગાણ પણ એટલું જ ચર્ચાનું કારણ બન્યું છે. જોકે, અભિષેકે આ તમામ અહેવાલોને રદીયો આપતા હું હજી પણ મેરિડ છું તો ઐશ્વર્યાએ પણ વેડિંગ રિંગ ફ્લોન્ટ કરીને લોકોના મોઢા બંધ કરવાનો પ્રયાસ કર્યો છે, પણ લોકોના મોઢે તાળા થોડી દેવાય છે?