મનોરંજન

Aishwarya Rai-Bachchanએ એ કહી જ દીધું, જેની ફેન્સ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા…

લાંબા સમયથી બોલીવૂડ એક્ટ્રેસ અને બચ્ચન પરિવારની બહુરાની ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) તેમ જ અભિષેક બચ્ચન (Abhishek Bachchan) વચ્ચે કંઈક ઠીક નથી ચાલી રહ્યું એવી ચર્ચા ચાલી રહી હતી. બંને જણ ડિવોર્સ લઈ રહ્યા છે એવી ચર્ચાઓ વચ્ચે આખરે ઐશ્વર્યાએ વાત કહી જ દીધી હતી જેની ફેન્સ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. અમેરિકાથી વેકેશન મનાવીને પાછી ફરેલી ઐશ્વર્યા મુંબઈ એરપોર્ટ પર દીકરી આરાધ્યા બચ્ચન (Aaradhya Bachchan) સાથે સ્પોટ થઈ હતી એ સમયે પેપ્ઝને પોઝ આપતી વખતે ઐશ્વર્યાએ કહ્યું હતું કે સબ ઠીક હૈ… ચાલો તમને જણાવીએ છીએ શું છે આખો ઘટનાક્રમ અને ઐશ શેના વિશે વાત કરી રહી છે-

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન બાદથી તો બચ્ચન પરિવાર અને ઐશ્વર્યા રાય-બચ્ચન વચ્ચેનો વિખવાદ ખૂબ જ ચગ્યો હતો. પરંતુ આ બધા વચ્ચે ગઈકાલે અમેરિકાથી ઐશ્વર્યા દીકરી આરાધ્યા સાથે મુંબઈ પાછી ફરી હતી અને એ સમયે તે ખૂબ જ હેપ્પી મૂડમાં લાગી રહી હતી. તેણે પેપ્ઝને ખૂબ જ હેપ્પી હેપ્પી પોઝ પણ આવ્યા. પેપ્ઝની ગુડ મોર્નિંગનો જવાબ પણ તેણે ખૂબ જ સારી રીતે આપ્યો હતો. પેપ્ઝે જ્યારે ઐશ્વર્યાને પૂછ્યું કે તે કેમ છે? તો એના જવાબમાં ઐશ્વર્યાએ પેપ્ઝને કહ્યું કે સબ ઠીક હૈ…

વાત કરીએ મા-દીકરીના એરપોર્ટ લૂકની તો બંને હર-હંમેશની જેમ જ એકદમ બ્યુટીફૂલ લાગી રહી હતી. ઐશ્વર્યા ઓલ બ્લેક લૂકમાં જોવા મળી હતી. તેણે આ સમયે લોન્ગ બ્લેક બ્લેઝર પહેર્યું હતું. ખુલ્લા વાળ અને બ્લેક હેન્ડ બેગ સાથે ઐશ્વર્યા એકદમ ગોર્જિયસ લાગી રહી હતી. આરાધ્યા લવન્ડર કલરની હૂડીમાં જોવા મળી હતી. સિમ્પલ લૂકમાં પણ આરાધ્યા એકદમ ક્યુટ લાગી રહી છે. પેપ્ઝને જોઈને આરાધ્યા ખુશ ગઈ હતી અને તેણે સ્માઈલિંગ પોઝ આપ્યા હતા.

આ પણ વાંચો :Amitabh Bachchanની આ હીરોઈનના પ્રેમમાં હતો Abhishek Bachchan, પૂછ્યો હતો એવો સવાલ કે…

ફેન્સ પણ મા-દીકરીનો આ વીડિયો જોઈને કહી રહ્યા છે કે સુંદરતામાં આરાધ્યા મમ્મી ઐશ્વર્યા પર ગઈ છે તો હાઈટના મામલામાં તે પપ્પા અભિષેક અને દાદા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) પર ગઈ છે. એરપોર્ટથી નીકળતી વખતે ઐશ્વર્યાએ આરાધ્યાને પહેલાં કારમાં બેસાડી હતી પછી બધા સાથે સેલ્ફી લીધી અને પોતે પણ કારમાં બેસીને રવાના થઈ ગઈ હતી. ઐશ્વર્યાના આ ગેસ્ચરને કારણે ફેન્સ ખુશ થઈ ગયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button