મનોરંજન

હેં…ઐશ્વર્યા રાય અને આરાધ્યા અમિતાભના જલસા બંગલોમાં? viral video

બોલીવૂડનો પ્રતિષ્ઠિત પરિવાર હાલમાં ફિલ્મોને લીધે નહીં પણ પારિવારિક કારણોને લીધે સતત ચર્ચામાં આવી રહ્યો છે. બોલીવૂડના સૌથી સેલિબ્રેટેડ કપલ એવા અભિષેક અને ઐશ્વર્યા રાયના ખાટા થઈ ગયેલા સંબંધો એક કોયડો બની ગયા છે. તેમના વિશે સતત ચર્ચાઓ થતી રહે છે અને અટકળોનો તો કોઈ પાર નથી. બન્ને જે રીતે વરતી રહ્યા છે તે જોતા લોકોના મનમાં શંકાઓ ઉપજે તે સ્વાભાવિક છે. બન્નેના જૂના વીડિયો અને ઈન્ટરવ્યુ પણ ફરી વાયરલ થઈ રહ્યા છે અને તેની પણ ચર્ચા થાય છે ત્યારે ગઈકાલના એક વાયરલ વીડિયોએ ફરી નવો ગૂંચવાડો ઊભો કર્યો છે.

બન્નેના સંબધો ઘણા સમયથી બગડ્યા છે અને વહુ ઐશ્વર્યા બચ્ચન પરિવારથી અલગ રહે છે તે વાત જગજાહેર છે ત્યારે ગઈકાલે અમુક પાપારાઝીઓએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં ઐશ્વર્યા તેનાં સાસરે એટલે કે જલસા બંગલોમાં જતી જોવા મળે છે. તેની સાથે દીકરી આરાધ્યા પણ છે. આરાધ્યા તેના સ્કૂલ ડ્રેસમાં જ છે જ્યારે ઐશ્વર્યા બ્લ્યુ કલરના આઉટફીટમાં દેખાય છે.

આ પણ વાંચો :ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચન સાથે દેખાયા? શું છે વાઈરલ વીડિયોની હકીકત…

જલસા બંગલો મુંબઈનું એક ખૂબ જ પ્રખ્યાત સ્થળ બની ગયું છે કારણ કે અહીં સદીના મહાનાયક અમિતાભ બચ્ચન રહે છે. એશ પણ આ ઘરમાં જ પરિવાર સાથે રહેતી હતી અને દીકરી આરાધ્યાનો જન્મ પણ અહીં જ થયો છે, પરંતુ છેલ્લા એકાદ-બે વર્ષથી પરિવારમાં વિખવાદ ઊભો થયો છે જે છાપે ચડતો રહે છે. કહેવાય છે કે બીગ બીની દીકરી શ્વેતા બચ્ચનના આ ઘરમાં રહેવા આવી ત્યારબાદ સાસુ-નણંદ અને એશના સંબંધો કડવા થયા છે.

જોકે ગઈકાલે ફરી એશ જલસા બંગલામાં આવતા ફરી અટકળોનો માહોલ ગરમાશે

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button