બચ્ચન પરિવારની દિવાળીની પાર્ટીમાં વહુરાણી ગાયબ

મુંબઈઃ એશ્વર્યા રાય અને તેના સાસરિયાની વચ્ચે ઓલ ઈઝ વેલ નથી, તેમાંય વળી દિવાળીના દિવસે વહુરાણી બિગ બીના ઘરે પણ નહોતી. બર્થડે હોય કે પછી સેલિબ્રેશનમાં પણ બિગ બીના પરિવાર સાથે એશ્વર્યા રાય એકલી કે પછી દીકરી સાથે પહોંચતી હોય છે. આ વખતે દિવાળીની પાર્ટીમાં બચ્ચન પરિવાર જોવા મળ્યો હતો, પરંતુ વહુરાણી જોવા મળી નહોતી.
રવિવારે દિવાળીના દિવસે દીકરી આરાધ્યા સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી, જે શહેરથી બહાર જઈ રહી હોવાનું જાણવા મળ્યું હતું. સૌથી આશ્ચર્યની વાત એ હતી કે એક્ટ્રેસ બચ્ચન પરિવારની દિવાળીની પાર્ટીના થોડા કલાક પહેલા મુંબઈ છોડ્યું હતું. જોકે, હજુ સુધી એ વાતની ખબર પડી નથી કે તેઓ ક્યાં જતા હતા.
વાઈરલ વીડિયોમાં ઐશ્વર્યા બ્લેક કલરના સ્વેરશર્ટની સાથે પેન્ટ પહેર્યું હતું, જ્યારે દીકરી આરાધ્યા લાલ રંગનો ડ્રેસ પહેર્યો હતો. બંને કેમેરા સામે મજાના પોઝ પણ આપ્યા હતા. બીજી બાજુ બચ્ચન હાઉસની પાર્ટીમાં અમિતાભ બચ્ચનની સાથે શ્વેતા બચ્ચન પણ જોવા મળી હતી. બિગએ વ્હાઈટ કલરના કપડાં પહેર્યા હતા. દિવાળીના તહેવાર નિમિત્તે બચ્ચને મુંબઈના જલસા બંગલા ખાતે ભગવાનનો આભાર વ્યક્ત કરતી પોસ્ટ શેર કરી હતી, જેમાં બિગ બી ભગવાનની પ્રાર્થના કરતા જોવા મળે છે, જ્યારે મેંચિંગ પાયઝામની સાથે વ્હાઈટ કુર્તામાં જોવા મળ્યા હતા.
બિગ બીએ દિવાળીની શુભેચ્છા આપતા લખ્યું હતું તમને સૌને દિવાળીની શુભેચ્છા. હવે બિગ બીના પરિવારમાં બધુ ઓલ ઈઝ વેલ છે એ સમય કહેશે, પરંતુ બિગ બીની પાસે અત્યારે સૌથી મોટા પ્રોજેક્ટની ફિલ્મ ધ ઉમેશ ક્રોનિકલ્સ અને કલ્કિ 2898 એડી વગેરે છે. બિગ બી થલાઈવર 170માં રજનીકાંતની સાથે તમિલ ફિલ્મમાં ડેબ્યૂ કરશે.