મનોરંજન

બિગ બોસમાંથી એક્ઝિટ થયા બાદ ઐશ્વર્યાએ કર્યા મોટા ખુલાસા

મુંબઈ: દેશનો સૌથી લોકપ્રિય ટીવી શો બિગ બોસ 17 માં ટીવી અભિનેત્રી એશ્વર્યા શર્માની સફર પૂરી થઈ છે. જોકે, બિગ બોસના ઘરમાંથી ઘરભેગી થયા બાદ ઐશ્વર્યા શર્માએ શો અંગે પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા. બિગ બોસ 17માં એશ્વર્યા અને નીલનો ઝઘડા ખૂબ જ ચર્ચામાં આવ્યો હતો. આ ઘટના બાદ એશ્વર્યાને ટેલિવિઝનની સિરિયલમાં વેમ્પની તરીકે જાણીતી હતી. હવે પોતાના પતિ નીલ સાથે બિગ બોસ 17માં જવાનને લઈને ઐશ્વર્યાએ મોટો ખુલાસો કર્યો છે.

બિગ બોસ ફેમ અભિનેત્રી ઐશ્વર્યા બિગ બોસ 17માંથી બહાર પડી ગઈ છે. એશ્વર્યાએ એક ઇન્ટરવ્યૂમાં બિગ બોસના અનુભવ વિશે વાત કરી હતી. ઐશ્વર્યાએ કહ્યું હતું કે હું એમ નહીં કહીશ કે નીલ સાથે શોમાં જવું એ ખોટો નિર્ણય હતો. મારી સાથે શોમાં કોઈ સપોર્ટ કરનાર વ્યક્તિ હોય એ સારી વાત છે. ખરાબ સમયમાં તમારી સાથે કોઈ હોય એ પણ સારી વાત છે. નીલને કારણે મને શોમાં ખૂબ જ ફાયદો થયો હતો પણ અમારી વચ્ચે જે પણ ખરાબ બાબત બની છે તેને બદલવી શકાતી નથી.

ઐશ્વર્યાએ આગળ કહ્યું હતું કે મારા મિત્રો, પરિવાર અને સાથે સાથે જે લોકો પણ મને વ્યક્તિગત ઓળખે છે અને તેમને ખબર છે કે હું ખરાબ નથી, હું માત્ર કોઈ પણ બાબતમાં ઝડપથી પ્રતિક્રિયા આપું છું અને નીલ કેમેરાને જોઈને ચોંકી જાય છે.
બિગ બોસના પ્રોમોમાં અંકિતા લોખંડે-વિક્કી અને નીલ-ઐશ્વર્યાની જોડીને સ્ક્રીન પર સાથે જોવા માટે તેમના ફેન્સમાં ઉત્સાહ વધ્યો હતો. સોશિયલ મીડિયા પર એક બીજાને પ્રેમ કરનાર કપલ રિયલ લાઇફમાં કઈ રીતે રહે છે. આ જાણવા માટે બિગ બોસ જોવાનું અનેક લોકોએ શરૂ કર્યું હતું પણ આ શોમાં આ કપલની વચ્ચે નાની નાની બાબતોમાં લડાઈ થતાં તેમના ચાહકો નારાજ થયા હતા. શો દરમિયાન થયેલી લડાઈને લીધે ઐશ્વર્યા અને અંકિતાની ઇમેજ પર એક નેગેટિવ અસર થઈ હોવાનું કહેવામા આવી રહ્યું છે.

ઐશ્વર્યાએ કહ્યું હતું કે હું પોતાના અનુભવથી કહું છું કે આ શોમાં કોઈ પણ કપલે જવું ન જોઈએ. શોમાં તમારી વચ્ચેના સંબંધો અને વ્યવહાર આ બધી બાબતો શો પર જજ કરવામાં આવે છે. જેથી દરેક કપલે અલગ અલગ ભાગ લેવો જોઈએ. કપલ વચ્ચે અનેક વખત ઝઘડા થતાં હોય છે પણ તેમના રિઅલ લાઈફમાં કોઈ કૅમેરા નથી હોતા. પણ બિગ બોસમાં કૅમેરા હોવાથી કપલને જજ કરવામાં આવે છે, જે ખોટી બાબત છે, એમ ઐશ્વર્યાએ જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button