પુત્રવધુ બનતા પહેલા જ Aishwaryaએ આ રીતે મદદ કરી હતી બચ્ચન પરિવારને
બોલીવૂડના બીગ બી અને સદીના મહાનાયકનો જેમને ખિતાબ મળ્યો છે તે અમિતાભ બચ્ચનનો આજે 82મો જન્મદિવસ છે. બચ્ચન તેમની ફિલ્મો, ટીવી શૉ અને સોશિયલ મીડિયાના માધ્યમથી આજે પણ એટલા જ ચર્ચામાં રહે છે. કોઈપણ બોલીવૂડ સ્ટાર કરતા વધારે લોકપ્રિયતા તેઓ 82 વર્ષની ઉંમરે ધરાવે છે, પરંતુ એક સમય હતો જ્યારે બીગ બી આકાશમાં ઉડતા ઉડતા નીચે પટકાયા હતા.
1990ના અમુક વર્ષ બીગ બી માટે ખૂબ જ કપરા અને પડકારજનક રહ્યા. આ સમય દરમિયાન તેમણે રાજનીતિમાં પ્રવેશ કર્યો ને નિષ્ફળતા અને બદનામી મળી, આ સાથે જ તેમની કંપની એબીસીએલએ ભારે નુકસાન કર્યું અને તેમના પર નાનું મોટું નહીં પણ લગભગ 90 કરોડ જેવડી મોટી રકમનું દેવું થયું. આ સ્થિતિમાં બીગ બીને કામ આવી ભાવિ પુત્રવધુ ઐશ્વર્યા રાય. તે સમયે એશનો સિતારો સૌથી વધારે ચમકતો હતો. આ સાથે શાહરૂખ ખાન પણ મોસ્ટ પોપ્યુલર સ્ટાર હતો. આ બન્નેની એક ફિલ્મ આવી મહોબ્બતેં.
આ ફિલ્મ યશરાજ બેનરની હતી. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો બન્યુ એવું કે બચ્ચનને મદદ કરવા મિત્ર યશએ આ ફિલ્મ બનાવી અને તેમાં અમિતાભ બચ્ચનનો એક કડક પ્રિન્સપાલ અને પિતા તરીકે રોલ આપ્યો. આ ફિલ્મએ ત્યારે યુવાનોમાં ઘેલું લગાડ્યું હતું અને તેની સ્ટોરી, મ્યુઝિક, એશ-એસઆરકેનો જાદુ અને બચ્ચનની દમદાર વાપસીએ ચોપરાને કરોડો કમાવી આપ્યા. આ કમાણીથી બચ્ચનને ઘણો ફાયદો થયો. ત્યારબાદ 2000માં બીગ બીને કેબીસી હૉસ્ટ કરવા મળ્યું અને આ રીતે તેઓ આર્થિક રીતે ફરી પગભર થયા અને પહેલા જેવી જાહોજલાલી પાછી આવી.
હાલમાં તો બચ્ચન પરિવાર સાથેના એશના સંબંધો કડવા થયા હોવાના અહેવાલો રોજ આવ્યા કરે છે, પણ તે સમયે એશ બચ્ચન માટે લકી સાબિત થઈ હતી.
Also Read –