ભાભી Aishwarya Rai-Bachchan પર વ્હાલ વરસાવ્યું Shweta Bachchanએ, જાણી લો વાઈરલ ફોટોની હકીકત…
બોલીવૂડની બ્યુટીફૂલ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) હાલમાં તેની પર્સનલ લાઈફને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે. અભિષેક બચ્ચન (Abhishek Bachchan) અને ઐશ્વર્યા વચ્ચે છેલ્લાં કેટલાક સમયથી કંઈ ઠીક નથી ચાલી રહ્યું અને બંને વચ્ચે પડેલાં ભંગાણ માટે લોકો ઐશ્વર્યાની નણંદ શ્વેતા બચ્ચન (Shweta Bachchan)ને જવાબદાર ઠેરવી રહ્યા છે.
અહીંયા તમારી જાણ માટે કે ઐશ્વર્યા રાય- બચ્ચન અને શ્વેતા બચ્ચનના સંબંધો હંમેશાથી જ ચર્ચામાં રહ્યા છે, જાહેરમાં પણ બંને એકબીજાને એવોઈડ કરતી જોવા મળે ત્યારે સોશિયલ મીડિયા પર શ્વેતા અને ઐશ્વર્યાના ફોટો વાઈરલ થઈ રહ્યા છે જેમાં બંને એકબીજા પર વ્હાલ વરસાવતી જોવા મળી છે. આવો જોઈએ શું છે આ વાઈરલ ફોટોની સચ્ચાઈ-
ઐશ્વર્યા રાય-બચ્ચન અને શ્વેતા બચ્ચનના સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ ફોટો રિયલ નહીં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)જનરેટેડ છે. આ ફોટોમાં શ્વેતા અને ઐશ્વર્યા વચ્ચે ખૂબ જ સ્ટ્રોન્ગ બોન્ડ અને પ્રેમ જોવા મળી રહ્યો છે. બંને જણીઓ એકબીજાને વ્હાલ કરતી તો ક્યારેક ગળે મળતી તો ક્યારેક બહેનોની જેમ સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. આ સિવાય આ તમામ ફોટોમાં નણંદ-ભાભીની જોડી ટ્વિનિંગ પણ કરતી દેખાઈ રહી છે.
સોશિયલ મીડિયા પર શ્વેતા અને ઐશ્વર્યાના ફોટો ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યા છે અને ફેન્સ તેમ જ નેટિઝન્સ એવું કહી રહ્યા છે કે નણંદ-ભાભી વચ્ચે આવો પ્રેમ હોય તે ઘર ખરા અર્થમાં સ્વર્ગ સમાન છે. એટલું જ નહીં પણ નેટિઝન્સ તો એવું પણ કહી રહ્યા છે કે જે ઘરમાં વહુ અને દીકરી બંને એક સાથે સંપીને ખુશ રહે એ ઘર સ્વર્ગ છે.
આ પણ વાંચો : અભિષેક બચ્ચને યુરોપિયન ટી-20 પ્રીમિયર લીગમાં ખરીદી ટીમ
અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં લાંબા સમયથી ઐશ્વર્યા રાય-બચ્ચન દીકરી આરાધ્યા સાથે ભલે સાસરિયાઓથી દૂર પોતાના પિયરમાં રહે છે. પરંતુ જ્યારે તે બચ્ચન પરિવાર સાથે રહેતી હતી એ સમયે પણ શ્વેતા અને ઐશ્વર્યા બંને જણ લાઈમલાઈટ ચોરી લેતી હતી. કેટલાટ રિપોર્ટમાં તો એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે પડેલાં ભંગાણનું કારણ શ્વેતા બચ્ચન જ છે.
વાસ્તવમાં તો બંને જણ સાથે ખૂબ જ ઓછો સમય સ્પોટ થતી, પરંતુ જ્યારે પણ થતી ત્યારે કંઈકને કંઈક એવું જોવા મળતું જેને કારણે નણંદ-ભાભીની આ જોડી ટોક ઓફ ધ ટાઉન બની જતી હતી. પરંતુ આપણે તો આશા રાખીએ કે એઆઈ જનરેટેડ ફોટોમાં એશ-શ્વેતા વચ્ચે જે પ્રેમ અને બોન્ડ જોવા મળી રહ્યો છે એવું જ રિયલ લાઈફમાં ઘરમાં પણ જોવા મળતો હોત.