Divorce ની અફવા વચ્ચે Aishwarya Rai-Bachchan એ કહ્યું સંબંધોમાં બાંધછોડ તો કરવી પડે…

બચ્ચન પરિવાર (Bachchan Family) છેલ્લાં કેટલાક સમયથી ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) અને અભિષેક બચ્ચન (Abhishek Bachchan)ના લગ્નજીવનમાં પડેલાં ભંગાણને કારણે ચર્ચામાં રહે છે. ઐશ્વર્યા-અભિષેક વચ્ચેના સંબંધોમાં એટલી બધી ખટાશ આવી ગઈ છે કે અભિષેકે ઐશ્વર્યાને બર્થડે પર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને બર્થડે વિશ પણ નહોતું કર્યું. નેટિઝન્સ અને ફેન બેને બે ચાર કરીને કપલ ડિવોર્સ લેવા જઈ રહ્યું છે, એવી વાતો પણ કરી રહ્યા છે. પરંતુ ઐશ્વર્યાનું એક નિવેદન વાઈરલ થઈ રહ્યું છે અને એને કારણે ફરી વખત લોકો મૂંઝવણમાં મૂકાઈ ગયા છે.
આ પણ વાંચો : Aishwarya Rai-Bachchanને બર્થડે વિશ ના કરવું ભારે પડ્યું Amitabh Bachchanને!
વાત જાણે એમ છે કે ઐશ્વર્યા રાય એક ઈન્ટરવ્યુમાં પોતાના વૈવાહિક જીવન વિશે ખુલીને વાત કરી હતી. એક્ટ્રેસે જણાવ્યું હતું કે કોઈ પણ સંબંધ હોય તમારે એવા થોડી ઘણી બાંધછોડ તો કરવી જ પડે. રિલેશનમાં ગિવ એન્ડ ટેક હોય છે. અનેક વખત તમે સહેમત નથી હોતા કે સામેવાળી વ્યક્તિ પણ સહેમત નથી હોતી, પરંતુ તમારું વાતચીત કરવું ખૂબ જ જરૂરી છે. હંમેશા એકબીજા સાથે વાત કરવી જોઈએ. હું આ વસ્તુમાં વિશ્વાસ કરું છે.
આ પણ વાંચો : Aishwarya Raiને કારણે આ એક્ટ્રેસે મિસ ઈન્ડિયા કોમ્પિટિશનમાંથી પાછું લીધું નામ…
ઐશ્વર્યાએ આ જ ઈન્ટરવ્યુમાં આગળ એવું પણ જણાવ્યું હતું કે અભિષેક હંમેશા એ વાતનું સમ્માન કરે છે. કોઈ પણ સંબંધ હોય એમાં વાતચીત કરવી જરૂરી છે. શું એ મિત્રતા નથી. હું એ વ્યક્તિમાંથી કે જે એવું કહી દે કે ચાલો રહેવા દો હવે આ મુદ્દા પર આવતીકાલે વાત કરીશું. જો આવતીકાલે આ મુદ્દા પર વાત કરવું જરૂરી છે તો કરવી જોઈએ. કપલે હંમેશા એકબીજાનું સન્માન કરવું જોઈએ અને એકબીજાને લઈને સંવેદનશીલ રહેવું જોઈએ.
આ પણ વાંચો : કોણ છે એ ત્રણ જણ જે Aishwarya Rai Bachchan માટે મહત્વના છે? જેમના હોવાથી માત્રથી જ…
અત્રે ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી ઐશ્વર્યા અને અભિષેકના સંબંધોમાં ખટાશ આવી ગઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. કેટલાક રિપોર્ટ્સમાં તો એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે બંનેના લગ્નજીવનમાં પડેલાં ભંગાણનું કારણે બોલીવૂડ એક્ટ્રેસ નિમ્રત કૌર છે. કેટલાક રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે નિમ્રત કૌર અને અભિષેક બંને ફિલ્મ દસમીના શૂટિંગ દરમિયાન એકબીજાની નજીક હતા. જોકે, આ બાબતે હાલમાં જ નિમ્રત કૌરે ખુલાસો કરીને પોતાની બાજુ ક્લિયર કરી દીધી હતી.