ડિવોર્સની અટકળો પર ઐશ્વર્યાનું પૂર્ણવિરામ, અભિષેકને B-day પર આપી શુભેચ્છા…

આજે અભિષેક બચ્ચનનો (Abhishek Bachchan) જન્મદિવસ (birthday) હતો અને આ ખાસ પ્રસંગે અમિતાભ બચ્ચન અને તેમના મિત્રોએ તેમને શુભેચ્છાઓ પાઠવી છે. આ દરમિયાન ડિવોર્સની અટકળો વચ્ચે વાઈફ ઐશ્વર્યા રાય બચ્ચને (Aishwarya Rai Bachchan) પણ તેમને શુભેચ્છાઓ પાઠવી છે. ઐશ્વર્યાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર અભિષેક બચ્ચનની એક ખાસ તસવીર શેર કરીને તેને શુભેચ્છા પાઠવી છે.
ઐશ્વર્યાએ વિશ કર્યો બર્થડે
ઐશ્વર્યાએ તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર અભિષેકના બાળપણનો ફોટો શેર કર્યો છે. ઐશ્વર્યા રાય દ્વારા શેર કરાયેલા અભિષેક બચ્ચનના બાળપણના ફોટામાં, અભિષેક બચ્ચન બાળકોની કારમાં બેઠેલો જોવા મળે છે. આ એક બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો છે. આ તસવીર શેર કરતાં ઐશ્વર્યા રાયે લખ્યું – “તમને જન્મદિવસની શુભકામનાઓ, ખુશી, સારું સ્વાસ્થ્ય, પ્રેમ અને પ્રકાશ, ભગવાન તમને આશીર્વાદ આપે.”
Also read: લો મળી ગયો પુરાવો! ઐશ્વર્યા રાય પતિથી અલગ નથી થઇ
ડિવોર્સની અફવાઓ
ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનની વાત કરીએ તો, બંનેના લગ્ન વર્ષ 2007માં થયા હતા. ગયા વર્ષે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય વચ્ચે ડિવોર્સની અફવાઓ ચાલી હતી. જોકે, આ કપલે ક્યારેય આ અફવાઓની પુષ્ટિ કરી નથી. રાધિકા અને અનંત અંબાણીના લગ્નમાં અભિષેક અને ઐશ્વર્યા રાય અલગથી પહોંચ્યા હતા, ત્યારબાદ તેમના છૂટાછેડાની અફવાઓ ફેલાઈ હતી.