80 વર્ષની ઐશ્વર્યા રાયનો AI લુક જોયો કે?, ગજબની સુંદર લાગે છે….
ટેક્નોલોજી એટલી બધી આગળ વધી ગઇ છે કે આજની શોધ આવતી કાલે પુરાણી થઇ જાય છે. હાલમાં AI એટલે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની નવી ટેક્નિક આવી છે, જેણે ક્રાંતિ સર્જી દીધી છે. AI એક એવું સાધન છે જેની મદદથી આપણે લગભગ બધું જ કરી શકીએ છીએ. તમે કોઇ પણ ફોટાને એડિટ કરી શકો છો. યુવાનને વૃદ્ધ બનાવી શકો છો. વૃદ્ધને 20 વર્ષનો જુવાન બતાવી શકો છો. બાળકોને યુવાન બનાવી શકો છો. AIની મદદથી તમે કંઇપણ કરી શકો છો.
હાલમાં બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે જ્યારે ઐશ્વર્યા રાય 80 વર્ષની થશે ત્યારે કેવી દેખાશે, તે બાળપણમાં કેવી દેખાતી હોઇ શકે છે, એના ફોટા AI દ્વારા જનરેટ કરવામાં આવ્યા છે. આપણે ઐશ્વર્યાનો આ વાયરલ AI વીડિયો જોઇએ.
આ પોસ્ટમાં ઐશ્વર્યા બાળપણથી લઇને તે 80 વર્ષની થશે ત્યાં સુધી કેવી દેખાશે એનો વીડિયો બતાવવામાં આવ્યો છે.
ઐશ્વર્યા રાય બચ્ચન એટલે સૌંદર્યની સાક્ષાત મૂર્તિ, સૌદર્ય સામ્રાજ્ઞી. ઐશ્વર્યામાં સુંદરતાની સાથે પ્રતિભા પણ ઠાંસી ઠાંસીને ભરેલી છે. પોતાની સુંદરતા અને પ્રતિભાના જોરે તેણે બોલિવૂડ પર રાજ કર્યું છે, પણ કલ્પના કરો કે જો આ બોલિવૂડની રાણી બુઢ્ઢી થઇ જાય તો કેવી લાગે? આપણે આની કલ્પના પણ કરી શકતા નથી. પણ AIએ એની કલ્પના કરીને વિશ્વસુંદરી 80 વર્ષની વયે કેવી દેખાય તે દર્શાવી દીધું છે. ઐશ્વર્યાની AI જનરેટેડ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે, જેમાં તેમાં ઐશ્વર્યા બાળપણથી લઇને 80 વર્ષની વૃદ્ધ થાય ત્યારે કેવી દેખાય તેના લુક્સ વાયરલ કરવામાં આવ્યા છે. વૃદ્ધ ઐશ્વર્યાના મોઢા પર કરચલી જરૂર દેખાય છે, પણ સુંદરતા બિલ્કુલ કમ નથી થઇ. ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ સુરેશ નામના પેજ પર આ AI જનરેટેડ તસવીરોનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. એમાં ઐશ્વર્યાનો જોધા અકબરનો લુક લેવામાં આવ્યો છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે અને લોકો એને ઘણો પસંદ કરી રહ્યા છે અને અલગ અલગ કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક નેટિઝને લખ્યું હતું કે આ તો જયા બચ્ચન જેવી દેખાય છે. કેટલાક લોકોએ લખ્યું હતું કે વૃદ્ધાવસ્થામાં પણ ઐશ્વર્યા વિશ્વસુંદરી જેવી જ લાગશે. એશ્વર્યાના ચાહકો તેના દરેક લુકના વખાણ જ કરી રહ્યા છે, તો કેટલાક લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે.
આ પણ વાંચો : SIIMA 2024 ઐશ્વર્યા રાય જીતી એવોર્ડ અને બિગ બીની આ પોસ્ટ થઈ વાઈરલ…
ઐશ્વર્યા રાય બચ્ચનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં ફિલ્મ ગુલાબ જામુનમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન અનુરાગ કશ્યપ કરી રહ્યા છે.