અહાન-અનીતની જોડીએ રેકોર્ડ તોડ્યા, બે દિવસમાં સૌથી વધુ વકરો કરનારી ત્રીજી ફિલ્મ બની
મુંબઈ: અહાન પાંડ અને અનીત પડ્ડાની ડેબ્યૂ ફિલ્મ સૌયારા રિલિઝ પહેલાથી ખુબ ચર્ચામાં છે. ડિરેક્ટર મોહિત સૂરીની આ રોમેન્ટિક ફિલ્મે જોરદાર શરૂઆતથી મોટા સ્ટાર્સની ફિલ્મોને પણ પાછળ છોડી દીધી છે. આ ફિલ્મે રિલિઝ પહેલા જ એડવાન્સ બુકિંગથી 4 કરોડથી વધુનું કલેક્શન કર્યું હતું. દર્શકોએ આ નવી જોડીની કેમિસ્ટ્રીના ખુબ વખાણ કરી રહ્યા છે.
અહાન પાંડેની ડેબ્યૂ ફિલ્મ ‘સૈયારા’એ પ્રથમ બે દિવસમાં 45 કરોડની કમાણી કરી છે. મીડિયા અહેવાલ મુજબ, ફિલ્મે પહેલા દિવસે 21 કરોડ અને બીજા દિવસે 24 કરોડનો વકરો કર્યો હતો. રવિવારે પણ ફિલ્મની કમાણી રેકોર્ડ તોડે તેવી શક્યતા છે, અને હાલ તે ફિલ્મ 50 કરોડના ક્લબમાં સામેલ થવાથી ખુબ નજીક છે. જ્યારે એક્સપર્ટ પ્રમાણે આ ફિલ્મ ટૂંક સમયમાં 100 કરોડના ક્લબમાં સામેલ થઈ શકે છે.
આ ફિલ્મે કલેક્શનની બાબતમાં ઘણી મોટી ફિલ્મો માત આપી દીધી છે. ફિલ્મે અજય દેવગણની રેડ 2 જેને 31.25 કરોડનું કલેક્શન કર્યું હતું તેને પાછળ છોડી દીધી છે. આ સાથે અક્ષય કુમારની સ્કાય ફોર્સ (34.25 કરોડ), ‘જાટ’ (16.5 કરોડ), ‘સિતારે જમીન પર’ (30.9 કરોડ) અને ‘કેસરી ચેપ્ટર 2’ (17.5 કરોડ) જેવી ફિલ્મો આગળ ‘સૈયારા’એ બાજી મારી છે. છાવા અને હાઉસફુલ 5 પછી બે દિવસમાં સારી કમાણી કરનાર સૈયારા ત્રીજી સૌથી મોટી ફિલ્મ બની છે.
અહાન પાંડે અને અનીત પડ્ડાની જોડી બોલિવૂડ માટે તદ્દન નવી છે. અહાને આ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરી છે. જ્યારે અનીતે અગાઉ ‘સલામ વેન્કી’માં કામ કર્યું હતું અને ટીવી જાહેરાતોમાં જોવા મળી હતી. આ જોડીએ પોતાના સારા અભિનય અને કેમિસ્ટ્રીથી લોકોનું દિલ જીતી લીધું છે.
આ પણ વાંચો…સૈયારાનું કપલ ક્યૂટ, પણ ફરી બીમારીની ફોર્મ્યુલા ને ઈમોશન્સનો ઓવરડોઝ