પિતા Nikhil Nandaની આ વાતથી ચિડાય છે Agastya Nanda, કહ્યું કે…
Bachchan Family ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું મોસ્ટ પાવરફૂલ ફેમિલી ગણાય છે અને છેલ્લાં કેટલાય સમયથી આ પરિવાર પોતાની પ્રોફેશનલ લાઈફ કરતાં વધુ પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં આવી રહ્યો છે. અવારનવાર બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનના છુટાછેડાના સમાચાર સામે આવતા હોય છે. આ સાથે સાથે જ શ્વેતા બચ્ચન-નંદા અને તેના પતિ નિખિલ નંદાના સંબંધો પણ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કારણ બનતા હોય છે.
હવે આ બધા વચ્ચે અમિતાભ બચ્ચનના દોહિત્ર અગસ્ત્ય નંદા પણ પિતા સાથેના સંબંધોને કારણે લાઈમલાઈટમાં આવી ગયો છે. શ્વેતા પોતાના સાસરે અને પતિથી દૂર પોતાના પિયરમાં જ રહે છે. જોકે, શ્વેતાની એક વાત તો માનવી પડે તેણે સાસરિયાઓથી દૂર રહીને પણ બંને સંતાનો અગસ્ત્ય અને નવ્યામાં પિતા માટે ખૂબ જ પ્રેમ અને આદરની ભાવના જગાવી છે.
અગસ્ત્ય અને નવ્યાના પિતા સાથેના સંબંધો ખૂબ જ પ્રેમાળ અને સન્માનથી ભરપૂર છે. પણ તેમ છતાં પિતાની એક વાત અગસ્ત્યને બિલકુલ પસંદ નથી અને તેણે આ વાતનો ખુલાસો બહેન નવ્યાના પોડકાસ્ટ પર કર્યો છે. અગસ્ત્યએ નવ્યાના પોડકાસ્ટ પર જણાવ્યું હતું કે તેમનો પરિવાર અને પિતા ખૂબ જ સારા છે, તેમ છતાં પિતાની એક વાત મને બિલકુલ પસંદ નથી અને આ જ કારણે હું તેમનાથી ચિડાઉં છું.
જોકે, અગસ્ત્ય પોતાના પિતા નિખિલને જ પોતાનો હીરો અને રોલ મોડલ માને છે અને એના જ નક્શે કદમ ચાલવાનું પસંદ કરે છે. અગસ્ત્યને પિતાનો પોતાની જાતને વ્યક્ત કરવાની રીત અને વર્તન, વાત કરવાનો ટોન ખૂબ જ પસંદ છે. પણ પિતા નિખિલની ઓલ્ડ મેનવાળી પર્સનાલિટીની કેટલીક વાતો અગસ્ત્યને જરાય ગમતી નથી અને આ કારણે જ અગસ્ત્ય કોઈ કોઈ વાર નિખિલથી ચિડાઈ જાય છે.
22 વર્ષના અગસ્ત્યએ પિતાની પસંદ-નાપસંદ સાથે સમાધાન કરીને પોતાની જાતને એ પ્રમાણે ઢાળી દીધી છે. વાત કરીએ અગસ્ત્યના પ્રોફેશનલ લાઈફની તો અગસ્ત્યે ફિલ્મ ધ આર્ચીઝથી એક્ટિંગની દુનિયામાં પા પા પગલી માંડી છે. જોઈએ હવે તે ઈન્ડસ્ટ્રીમાં નાના અમિતાભ બચ્ચન, નાની જયા બચ્ચન, મામા-મામી અભિષેક અને ઐશ્વર્યાની જેમ કેટલું કાઠું કાઢી શકે છે…