કિંગ ખાનની લાડલી સુહાના ખાને આ રીતે મનાવ્યો રૂમર્ડ બોયફ્રેન્ડનો બર્થડે
બિગ બી સાથે છે ખાસ કનેક્શન

શાહરૂખ ખાનનીલાડલી દીકરી સુહાના ખાન ટૂંક સમયમાં બોલિવૂડમાં પગ મૂકવા માટે તૈયાર છે. સુહાના ટૂંક સમયમાં ‘આર્ચીઝ’થી ડેબ્યૂ કરશે. ફિલ્મના ટ્રેલર અને ગીતો પરથી ફિલ્મની વાર્તાની ઝલક જોવા મળે છે. ફિલ્મમાં સુહાના ખૂબ જ ક્યૂટ દેખાઈ રહી છે. સુહાના ખાન તેની આગામી રિલીઝ માટે ઘણી ઉત્સુક છે.
દરમિયાન, અભિનેત્રીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યો છે. આ વીડિયોમાં સુહાના ખાન તેના રૂમર્ડ બોયફ્રેન્ડનો જન્મદિવસ સેલિબ્રેટ કરતી જોવા મળી રહી છે. હવે તમને પણ વિચાર થશે કે સુહાનાનો રૂમર્ડ બોયફ્રેન્ડ કોણ છે.
સુહાના ખાનની ડેબ્યુ ફિલ્મ ‘આર્ચીઝ’ની કો-સ્ટાર અગસ્ત્ય નંદાનો આજે જન્મદિવસ છે. અગસ્ત્ય સાથે સુહાનાના લિંકઅપના સમાચાર ઇન્ટરનેટ પર ચર્ચામાં છે. આ દરમિયાન, અભિનેત્રી તેના રૂમર્ડ બોયફ્રેન્ડનો જન્મદિવસ ખાસ રીતે ઉજવતી જોવા મળી હતી. હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં સુહાના ખાન અને અગસ્ત્ય સાથે ઉભેલા જોવા મળી રહ્યા છે.
વીડિયોમાં અગસ્ત્ય કેક કાપી રહ્યો છે અને સુહાના તેની બાજુમાં ઊભી રહીને તાળીઓ પાડતી જોવા મળે છે. વીડિયોમાં સુહાના ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહી છે. એટલું જ નહીં, તે હસતાં હસતાં કેટલીક વાતો કહી રહી છે. વીડિયો જોયા બાદ બંનેના રિલેશનશિપમાં હોવાના સમાચાર ફરી એકવાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
https://www.instagram.com/reel/Cz-Ys5BIxVO/?utm_source=ig_web_copy_link
અગસ્ત્ય નંદા બીજું કોઈ નહીં પણ અમિતાભ બચ્ચનના પૌત્ર છે. અગસ્ત્ય અમિતાભની પુત્રી શ્વેતા નંદાનો પુત્ર છે. અગસ્ત્ય પણ સુહાના સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહ્યો છે. બંને ‘આર્ચીઝ’માં સાથે જોવા મળશે. એટલું જ નહીં આ ફિલ્મમાં બંનેની રોમેન્ટિક કેમેસ્ટ્રી પણ જોવા મળશે. આ ફિલ્મમાં ખુશી કપૂર સિવાય ઘણા સેલેબ્સ લીડ રોલમાં જોવા મળવાના છે.
આ પહેલીવાર નથી જ્યારે બંને ક્યુટ યંગસ્ટર એકસાથે જોવા મળ્યા હોય. આ પહેલા પણ બંને ઘણી વખત સાથે જોવા મળ્યા છે. સુહાનાએ પણ ગયા વર્ષે પોતાનો જન્મદિવસ અગસ્ત્ય સાથે સેલિબ્રેટ કર્યો હતો, જેની તસવીરો વાયરલ થઈ હતી. આ સિવાય બંને ઘણી પાર્ટીઓમાં સાથે જોવા મળે છે.