
હેમા માલિનીની દીકરી Esha Deol- Bharat Takhtani સાથેના ડિવોર્સને કારણે છેલ્લાં કેટલાક સમયથી લાઈમલાઈટમાં આવી છે. ફેબ્રુઆરી, 2024માં ઈશા દેઓલે પોતે પતિથી છૂટેછેડા લઈ રહી હોવાનો ખુલાસો કરીને ફેમિલીની સાથે સાથે ફેન્સને પણ ચોંકાવી દીધા હતા.
પતિ ભરતથી છુટા પડ્યા બાદ ઈશા આજે બીજી વખત પબ્લિકલી જોવા મળી હતી અને તે કોઈ સાથે ફરવા માટે નીકળી હતી. બ્લેક કલરના કેઝ્યુઅલ ડ્રેસમાં ઈશાને જોઈને ફેન્સ એકદમ ઉત્સાહમાં આવી ગયા હતા. ચાલો જોઈએ કે આખરે કોણ છે જેની સાથે ઈશા ફરતી જોવા મળી હતી.
હેમા માલિનીની દીકરી એશા દેઓલ મંગળવારે તેના પાળેલાં શ્વાન બેબી કીકો સાથે જોવા મળી હતી. ઈશાને બ્લેક કેઝ્યુઅલ ડ્રેસમાં જોઈને ફેન્સ પણ ખુશ થઈ ગયા હતા. ઈશા દેઓલની ટીમ દ્વારા છઠ્ઠી ફેબ્રુઆરી, 2024ના ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપીને જણાવવામાં આવ્યું હતું કે ઈશા અને ભરત અલગ થઈ રહ્યા છે. લગ્નના 11 વર્ષ બાદ બંને જણ છૂટા પડ્યા હતા. જોકે ડિવોર્સનું કારણ શું છે એ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી અને દેઓલ પરિવારે પણ આ મામલે હજી સુધી મૌન જ સેવ્યું છે.
આજે એટલે કે મંગળવારે ઈશા તેના પેટ ડોગ કીકો સાથે જોવા મળી હતી અને આ દરમિયાન ઈશાનો કેઝ્યુઅલ લુક બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે હેમા માલિનીએ પણ હજી સુધી ઈશાના છૂટાછેડા પર મૌન તોડ્યું નથી. જોકે, અમુક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે તે તેની પુત્રીના સમર્થનમાં છે. તે ઈશાના દરેક નિર્ણયમાં છે. તે તેના નિર્ણયમાં કોઈપણ પ્રકારની દખલગીરી ઈચ્છતી નથી, તેથી જ તેણે હજી સુધી તેના પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.
જ્યારે ઈશાના પિતા ધર્મેન્દ્રની વાત કરીએ તો તેમનું એવું માનવું છે ઈશા અને ભરતે પાછો વિચાર કરવો જોઈએ. ઈશાએ બંને દીકરી મિરાયા અને રાધ્યા માટે વિચાર કરવો જોઈએ.