મનોરંજન

બોલો આ અભિનેતાની ફિલ્મનું ટ્રેલર જોઈને ચાહકોએ થિયેટરમાં હંગામો મચાવ્યો

સાઉથના સુપરસ્ટાર વિજય થલપતિની ફિલ્મ લિયોના ટ્રેલરે રિલીઝ થતાની સાથે જ ધૂમ મચાવી દીધી છે. તમિલ અભિનેતાના ચાહકો તેની ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. લિયોનું ટ્રેલર રિલીઝ થતાંની સાથે જ ચાહકો ખુશ તો થયા પણ એવા કે થિયેટરમાં તોડફોડ કરી નાખી.

લિયોનું ટ્રેલર ગુરુવારે સિનેમાઘરોમાં બતાવવામાં આવ્યું હતું, જેને જોયા પછી ચાહકોએ ચેન્નાઈના એક સિનેમા હોલમાં એવો હંગામો મચાવ્યો કે ફેન્સે સીટો ઉખાડી દીધી હતી.

આ સિનેમા હોલનું નામ રોશની સિલ્વર સ્ક્રીન છે. ટ્રેડ એનાલિસ્ટ મનોબાલા વિજયબાલને તેના X એકાઉન્ટ પર સિનેમા હોલની તસવીરો અને વીડિયો શેર કર્યા છે. જેમાં સિનેમા હોલની સીટો તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લિયોનું ટ્રેલર જોયા પછી દર્શકોએ પોતાનો ઉત્સાહ બતાવવા માટે સિનેમા હોલની સંપત્તિને નુકસાન પહોંચાડ્યું છે.

તમને જણાવી દઈએ કે લિયોનું નિર્દેશન લોકેશ કનાગરાજે કર્યું છે. ફિલ્મના ટ્રેલરની વાત કરીએ તો ફરી એકવાર સાઉથનો ચાર્મ જોવા મળી રહ્યો છે. સિરિયલ કિલર, ગુંડાઓથી ભરેલી ટ્રક અને હાઈના સામે લડતો સુપરસ્ટાર વિજય ટ્રેલરમાં દેખાય છે.

આ ફિલ્મનાં ટ્રેલરની શરૂઆત કાશ્મીર ઘાટીના એરિયલ સીનથી થાય છે. જેમાં એક સીરીયલ કિલરની વાર્તા વર્ણવતો અવાજ સાંભળી શકાય છે. આ કિલર રસ્તાની વચ્ચે ઉભો રહી અંધાધૂંધ ગોળીબાર કરે છે. અહીં એક બહાદુર પોલીસ અધિકારી સીરીયલ કિલર પર ગોળીબાર કરે છે. આ પછી સંજય દત્ત અને હેરોલ્ડ દાસની ઝલક જોવા મળે છે. ફિલ્મ 19 ઑક્ટોબરે સિનેમાઘરોમાં રીલિઝ થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button