મનોરંજન

સૈફ અલી ખાને બીજી કોઇ છોકરીને સમજી લીધી કરીના અને હગ કરવા ગયો પછી….

સૈફ અલી ખાન અને કરીના કપૂર બોલિવૂડનું હિટ અને હોટ કપલ છે. લોકો આ બંનેને ખૂબ પસંદ કરે છે. બંને સ્ટાર્સ ખૂબ જ ફન લવિંગ છે. હાલમાં જ બંને પોતાના બાળકો જેહ અને તૈમુર સાથે વેકેશન પર ગયા હતા. એરપોર્ટ પરથી બંનેનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બંને ખૂબ જ ક્મ્ફર્ટેબલ અને શાનદાર આઉટફિટમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન સૈફ અલી ખાન થોડો કન્ફ્યુઝ થઈ ગયો. સૈફ અલી ખાનની મૂંઝવણ તેના ચહેરા પર સ્પષ્ટ દેખાતી હતી. જે વીડિયો સામે આવ્યો છે તેમાં તેણે ખૂબ જ ફની એક્સપ્રેશન આપ્યું છે, જેનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે.

જે વીડિયો સામે આવ્યો છે તેમાં સૈફ અલી ખાન પોતાના બાળકો સાથે એરપોર્ટ પહોંચે છે. સૈફ બંને બાળકોની સંભાળ રાખતો જોવા મળે છે. એ સમયે પાપારાઝી ફેમિલી ફોટો લેવા માગે છે. દરમિયાન, સૈફ કરીનાને બદલે ફ્લાઇટ એટેન્ડન્ટને કમરથી પકડવાનો હતો જ્યારે તેને ખબર પડી કે તે કરીના નથી. આવી સ્થિતિમાં તે હસવા લાગે છે અને તેનું હાસ્ય જોઈને કરીનાને પણ વાત સમજાય છે અને તે પણ હસવા લાગે છે. વીડિયોમાં સૈફ કરીના અને એટેન્ડન્ટને પણ કહે છે કે તે મૂંઝવણમાં હતો. આ કદાચ એટલા માટે થયું કારણ કે બંનેએ લાલ જેકેટ પહેર્યા હતા. વીડિયો જોયા બાદ ફેન્સ પણ ખૂબ હસી રહ્યા છે.

કરીના કપૂર ખાન બોલિવૂડની ટોચની હિરોઇન છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તાજેતરમાં જ અભિનેત્રીએ ઓટીટી ડેબ્યૂ કર્યું હતું. ‘જાને જાન’ તે જયદીપ અહલાવત અને અભિનેતા વિજય વર્મા સાથે જોવા મળી હતી. લોકોને તેની એક્ટિંગ ઘણી પસંદ આવી હતી. હવે ટૂંક સમયમાં કરીના કપૂર રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિઘમ-3’માં જોવા મળશે.
કરીના કપૂર સાથે લગ્ન કરતા પહેલા સૈફ અલી ખાને અભિનેત્રી અમૃતા સિંહ સાથે લગ્ન કર્યા હતા. તેમને બે બાળકો ઇબ્રાહિમ અલી ખાન અને સારા અલી ખાન છે. અમૃતાથી અલગ થયાના કેટલાક વર્ષો બાદ સૈફે કરીના સાથે લગ્ન કર્યા હતા. સૈફ અલી ખાને વર્ષ 2004માં અમૃતાને છૂટાછેડા આપી દીધા હતા. વર્ષ 2007માં ‘ટશન’ ફિલ્મના શૂટિંગ દરમિયાન કરીના અને સૈફ અલી ખાન નજીક આવ્યા હતા અને પ્રેમમાં પડ્યા હતા. ત્યારથી બંને સાથે રહેવા લાગ્યા હતા. પાંચ વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ સૈફે 2012માં કરીના સાથે લગ્ન કર્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button